ભરૂચ પોલીસે 6 પૈકી બે ને ઝડપી પાડ્યા જયારે 4 ને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે ચોરી કરેલ 21 બાઈક કબ્જે કરી
અલીરાજપુરના જંગલોમાં ચોરીની બાઇકો છુપાવી વેચી દેતા
રાજપારડી પોલીસ સારસા ડુંગર પાસે ચેકીંગમાં હતી ત્યારે મધ્યપ્રદેશની ટોળકીના 2 સાગરીત 2 બાઇક સાથે પકડાતા આંતરરાજ્ય બાઇક ચોરીનું રેકેટ ખુલ્યું
મધ્યપ્રદેશથી ગેંગ નીકળી ભરૂચ, સુરતમાં ચા-નાસ્તો કરી છુપાઈ જતી, રાતે 3 વાગે સારી બાઇકો અને મોપેડ ઉઠાવવા નીકળતી
WatchGujarat. મધ્યપ્રદેશના અલીરાજપુરના દારજા ગામ નજીક જંગલમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને MP માંથી ઉઠાવેલી 19 બાઇકો સાથે 2 આરોપીઓને રાજપારડી પોલીસે ઝડપી પાડી આંતરરાજ્ય વાહનચોર ટોળકીની 6 શખ્સોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. બન્ને આરોપી ચોરીના 2 વાહન સાથે રાજપારડીના સારસા ડુંગરના તળાવ પાસેથી ઝડપાઇ જતા આ રેકેટ ખુલ્યું છે.
રાજપારડી પોલીસે ચોરીની 21 મોટર સાયકલો રિકવર કરી આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના 2 આરોપીઓ ઝડપી પાડ્યા છે, જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હા શોધી કાઢવા રાજપારડી PSI જે.બી.જાદવ ટીમ સાથે 7 એપ્રિલે સારસા ડુંગરના તળાવ પાસે વાહન ચેકીંગમાં હતા.
દરમ્યાન 2 ઇસમો ચોરીની મોટર સાયકલો સાથે શંકાસ્પદ હાલમાં મળી આવતા તેઓને રોકી ચેક કરતા તેમની પાસેની રાજપારડી ગુના માં હોન્ડા બાઇક અને ઉમલ્લા પોલીસ સ્ટેશનના ગુનાના નંબર વગરની ચોરી થયેલી જ્યુપીટર મોપેડ મળી આવી હતી. બન્નેની સધન પુછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને પોતાના સાગરીતો સાથે કામરેજ, બારડોલી, પલસાણા, ગણદેવી, સુરત, વલસાડ, રાજપારડી, ઉમલ્લા, વિસ્તારમાંથી આશરે 19 જેટલી મોટર સાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના દારજા ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરેલ હતી.
જેથી પોલીસની ટીમ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી તપાસ દરમ્યાન અન્ય 19 બાઇકો કબ્જે કરવામાં આવી હતી. તે મુજબની મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભરૂચ જીલ્લા, સુરત ગ્રામ્યના કામરેજ, પલસાણા , જોલવા, ગંગાધરા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મોટર સાયકલો ચોરી કરી પોતાના સાગરીતો દ્રારા વતનના વિસ્તારોમાં વેચેલ હોવાનું કબુલાત કરેલ છે. પોલીસે કુલ ₹5 લાખની કિમતની 21 બાઇકો કબ્જે કરી, વોન્ટેડ 4 આરોપી અને અન્ય ચોરી કરી વેચેલી બાઇકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
MP થી ટોળકીના 6 સાગરીતો ગુજરાત આવી બાઇક ઉઠાવતા
ટોળકીના 6 આરોપીઓ એમ.પી.માર્ગ પરીવહનની બસ તથા ખાનગી ટ્રકોમાં ગુજરાતમાં સાંજના સમયે આવતા. જે તે ટાઉન વિસ્તારમાં આવી લારી - ગલા ઉપર ચા - નાસ્તો કરી મધ્યરાત્રી સુધી અવાવરૂ જગ્યાએ છુપાઇ જતા. મધ્ય રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ ટાઉન વિસ્તારોમાં નિકળી સારી સારી ગાડીઓ શોધી પોતાની પાસે રહેલ દુપ્લીકેટ ચાવીઓ વડે મોટર સાઇકલોના લોક ખોલી, ચાલુ કરી ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના દારજા ગામના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં છુપાવીને રાખી મુકી વેચાણ કરતા હતા.
ટોળકીના ઝડપાયેલા 2 આરોપી, 4 વોન્ટેડ
કરણ જબરીયાભાઇ તોસમર ઉ.વ .૧૯ ધંધો - મજુરી
પિન્દુ શંકરભાઇ તોમર બન્ને રહે , દારજા પટેલ ફળીયુ થાના સોરવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )
વોન્ટેડ
જિગેશ અરવિંદભાઇ તોમર
ભાયો ડુંગરીઓ જામર
હિરતાન રૂપસિંગ તોમર
કિરીટભાઇ તમામ રહે. અલીરાજપુર, MP