જેલમાં જિલ્લા આરોગ્યની ટીમ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજન
45 વર્ષથી નીચેના બીજા 300 કેદીઓને પણ વહેલી તકે રસી મુકાઈ જેથી જેલમાં સંક્રમણ ન ફેલાઈ તેવી જેલરે ઈચ્છા વ્યક્ત કરી
WatchGujarat પેહલી એપ્રિલથી 45 કે તેથી વધુ વયના લોકો માટે કોરોના વેકસીનેશનનો આરંભ થયો છે. ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે ભરૂચ સબજેલના 50 કેદીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં રહેતા 45 થી વધુ વયના કેદીઓ માટે મફત કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ કાચા-પાકા કામના કેદીઓને રસી મૂકવામાં આવી હતી.
જેલ સુપ્રિટેન્ડન્ટ આઈ.વી. ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો. જેલરે ઈચ્છા વ્યક્ત કરી હતી કે જે રીતે જિલ્લા આરોગ્ય ની ટીમ અને સંસ્થા દ્વારા 45 વર્ષથી વધુના કેદીઓને રસીકરણ કરાયું છે એવી જ રીતે વહેલી તકે 45 વર્ષ નીચેના અન્ય 300 કેદીઓને પણ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાઈ. જેથી કરી જેલમાં કોરોના સંક્રમણને રોકી શકાય. કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશન ના સંજય તલાટી, ગૌતમભાઈ મહેતા, પ્રકાશ કનોજીયા, ગિરીશ પટેલ, યોગેશ પટેલ સહિતે સેવા આપી હતી.