ફહીમ નજીર અહેમદ શેખ એ જીત બાદ કોંગી વિજેતા ઉમેદવાર અને સસરાથી હુમલાનો ભય વ્યક્ત કર્યો
ગણતરી વેળા જ સસરા યુસુફ એ પોલિંગ સ્ટાફની હાજરીમાં જમાઈ ફહિમને ગાળો આપી
WatchGujarat અસુદ્દીન ઓવૈસીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી અને ગઠબંધનમાં સૌથી મોટું નુકસાન BTP ને થવા સાથે ભરૂચ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસ સાથે BTP એ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.
તાલુકા પંચાયતોમાં પણ 9 માંથી 5 તાલુકા પંચાયત ભાજપ એ સર કરી લીધી છે. આદિવાસી મસીહા ગણાતા અને BTP MLA છોટુ વસાવા એ AIMIM સાથે કરેલું ગઠબંધન ફારસ રૂપ પુરવાર થયું છે. ભરૂચ જિલ્લામાં BJP એ કોંગ્રેસનો સફાયો કરી દેવા સાથે BTP ના ગઢને પણ ધવન્સ કરી દીધો છે. ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રી અને ભરૂચમાં પેહલી સભા ને પણ લોકોએ જાકરો આપ્યો છે.
ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 માંથી ઉભા રહેલા AIMIM ના માત્ર એક ઉમેદવાર ફહીમ નજીર અહેમદ શેખનો વિજય થયો છે. જોકે જીત સાથે જ આ ઉમેદવારે મતગણતરી સ્થળે થઈ ઘરે જવા માટે પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું છે. વોર્ડ 10 માં અન્ય 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જે પેકી એક ફહીમ નો સસરો હોય જમાઈ એ સસરાના ડર થી જીત બાદ પોલીસ રક્ષણ માંગવું પડ્યું હતું.
AIMIM નો એક માત્ર ઉમેદવાર ફહીમ શેખ મત ગણતરી ચાલતી હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને તેના સસરા એ સ્થળ પર જ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં કોંગી વિજેતા ઉમેદવાર સસરા યુસુફ મહેમુદ મલેક એ જમાઈ AIMIM વિજેતા ફહીમને અપશબ્દો ભાંડી ધમકાવ્યો હતો.