• મોડી રાતે છાપરા પાટિયા પાસે જેસીબી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માત સર્જી JCB ચાલક ફરાર
  • ફરાર JCB ચાલકની અંકલેશ્વર પોલીસ શોધખોળ કરી રહી છે.
  • અંકલેશ્વર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા

ભરૂચ. અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 ઉપર શુક્રવારે મોડી રાતે છાપરા પાટિયા પાસે જેસીબી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક 2 વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાઇક ચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા હતા તે સમયે બાઇક અને જેસીબી ટકરાતાં બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી અકસ્માત સર્જાતા જેસીબી ચાલક ફરાર થઈ ચૂકયો હતો. જેની શોધખોળ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

 

ઘટનાની મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રે 2 યુવાનો અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા હતા. આ સમયે સામેની બાજુથી આવતા જેસીબીના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. જેસીબી અને બાઇક ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પછી ચેતનગીરી સમીરગીરી ગોસ્વામી ( રહે. યોગેશ્વર કોમ્પ્લેક્ષ, પુરુષોત્તમ બાગ)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે મોડી રાત્રે જેસીબીનો ચાલક ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર જેસીબી ચલાવતો હતો.

દરમિયાન તે સમયે અંકલેશ્વરથી ભરૂચ તરફ બે બાઇક સવાર આવતા હતા. ત્યારે છાપરા પાટિયા પાસે જેસીબી ચાલકે કાબૂ ગુમાવતાં જેસીબી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 19 વર્ષીય ભાવિન ઉર્ફે મોન્ટી લાલજી પરમાર અને સુનિલ ઓમપ્રકાશ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જેસીબી ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. આ બનાવની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ફરાર થયેલા જેસીબી ચાલકની પોલીસ શોધખોળ કરી રહી છે. વધુ તપાસ અંકલેશ્વર પોલીસે હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud