• અંક્લેશ્વર NH 48 પર  બાકરોલ બ્રીજ નજીક ગોડાઉનમાંથી ₹7.15 લાખનો 11000 લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત
  • મૂળ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના 4 આરોપી સામે ગુનો દાખલ કરાયો
  • LCB એ મામલતદાર, FSL, તોલમાપ વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી હાથ ધરેલી કાર્યવાહી

WatchGujarat. ભરૂચના પાલેજ-નબીપુર હાઇવે પર ગાંધીનગર CID ક્રાઇમે 2 દિવસ પેહલા જ દરોડો પાડી ₹19 લાખનું ગેરકાયદે બાયોડિઝલનો ગોરખધંધો પકડી પાડ્યો હતો. જે બાદ જિલ્લા ક્રાઈમ બાંચે પણ જાગી અંકલેશ્વર હાઇવે પરથી બાયોડિઝલનું ગોડાઉન ઉઘાડું પાડ્યું છે. ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉત્પાદન , વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.

ગાંધીનગર CID ક્રાઇમે નબીપુર-પાલેજ પાસેથી બાયોડિઝલનો ગોરખ ધંધો દરોડા પાડી ઉજાગર કર્યો હતો. જે બાદ ભરૂચ જિલ્લા LCB પણ એક્શનમાં આવ્યું છે. પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલની સંગ્રહખોરી તથા વેચાણ કરતા ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખવામાં આવી રહી હતી.

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર બાકરોલ ગામ બ્રીજ નજીક ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલ સંગ્રહ તથા વેચાણ થાય છે. LCB એ અંકલેશ્વર મામલતદાર, FSL, કાનુની માપ વિજ્ઞાન અધિકારી તેમજ ફુડ & ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેઇડ કરી હતી.

કોઇપણ અધિકૃત પાસ પરવાના વગર ગોડાઉનમાં લોખંડની 2 ટેન્કોમાંથી કુલ 11000 લીટર કિંમત ₹7.15 લાખનો બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. વાહનોમાં ડીઝલ ભરવાના ડીઝીટલ ડિસ્પેનશર, પતરાના 27 ડબ્બામાં મળી આવેલુ શંકાસ્પદ તેલ જેવા પ્રવાહીનું ફુડ & ડ્રગ્સ વિભાગ દ્વારા પરીક્ષણ કરાયું હતું. કાનુની માપ વિજ્ઞાન અધિકારી દ્વારા ડીઝીટલ ડીપેનશર ફ્યુઅલ મશીન ( ડીઝલ ભરવાનું મશીન ) કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મામલદારે ગોડાઉનને સીઝ કર્યું હતું.

જ્વલનશીલ બાયોડીઝલનો ફાયર સેફટી વિના ગેરકાયદે સંગ્રહ તથા વેચાણ બદલ વિમલકુમાર પમારામ રહે. લુદરાડા મહીલાવાસ બાડમેર, ગોપાલસિંહ પ્રહલાદસિંહ રાજપુરોહિત રહે. જસોલગામ, રાજસ્થાન, ધનશ્યામ બીપત વર્મા રહે. મોતીપુરગામ, ઉત્તરપ્રદેશ અને દિનેશભાઇ કિશકુમાર વર્મા રહે. બનવાગામ, UP તમામ હાલ રહે. વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રીજ પાસે તા.અંકલેશ્વર સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud