• એક સમાજના પ્રમુખ એવા પતિએ એ ડિવિઝન પોલીસ મથકે ઘરમાં ઘુસી ઘર ભાંગનાર મિત્ર સામે પત્ની ભગાડી જવાની આપી અરજી
  • BJP ના કાર્યકર અને મંત્રીની આ કરતૂતથી ભાજપની છબીને અસર પોહચતા હિમાંશુ વૈદની 6 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ

WatchGujarat ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી મિત્રની જ પત્ની અને 2 સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા આ વિચિત્ર કિસ્સો રાજકીય અને સામાજિક સ્તરે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ભરૂચમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મિત્રએ જ ઘરમાં ઘુસી બીજા મિત્રનું ઘર ભાંગ્યું છે. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી પણ આપી છે. મિત્ર જ તેની પત્નીને ભગાડી જતા પત્ની અને મિત્ર ની આ કરતૂતથી પતિ ભાંગી પડ્યો છે. જુના ભરૂચ શહેરના સોનેરી મહલ વિસ્તારમાં આવેલ સતપંથ મંદિર નજીક રહેતો હિમાંશુ વૈદ ભાજપ BJP માં શહેર યુવા મોરચાનો મંત્રી છે. ઘર નજીક જ રહેતા એક સમાજના પ્રમુખ એવા મિત્ર જોડે ઘરબો હતો. BJP ના યુવા મોરચાનો મંત્રી રોજ મિત્ર ના ઘરે આવતો જતો હતો.

હિમાંશુ વેદની નજરો મિત્રની પત્ની સાથે મળી ગઈ હતી. મિત્ર ની પત્ની સાથે આંખ મળી જતા BJP શહેર યુવા મોરચાના પ્રમુખ હિમાંશુનો 2 સંતાનની માતા એવી મિત્રની જ પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બીજી તરફ ભોળા ભાવના એક સમાજના પ્રમુખ એવા પતિ ને મિત્ર તેમજ પત્ની વચ્ચે શુ ચાલી રહ્યું છે તેની ખબર ન હતી. ઘરે રોજ મિત્ર ની બેઠકોના દોર વચ્ચે પત્ની ગુમ થતા BJP ના આ યુવા મંત્રી એવા મિત્ર ના ઘરે જ પતિએ પત્નીની શોધખોળ માટે દોટ લગાવી હતી.

જોકે હિમાંશુ વેદ ના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો બન્ને ના મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકી તેઓ જતા રહ્યા હતા. અંતે મિત્ર અને પત્નીની આ હરક્તથી નાસીપાસ થયેલા પતિએ એ ડિવિઝન પોલીસ મથકે હીમાંશુ વેદ સામે પત્નીને ભગાડી જવાની અરજી આપી છે. ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય રીતે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનતા BJP ના હિમાંશુ વેદ પર લોકો મિત્રનું જ ઘર ભાગવા અને 2 સંતાનની માતાને ભગાડી જવા બદલ ફિટકાર વરસાવી રહ્યા છે.

BJP યુવા મોરચાના મંત્રી ની આ હરકત બદલ પક્ષની છબી પણ બગડતા ભાજપ તરત એક્શનમાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે હિમાંશુ વૈદ ને BJP ના સક્રિય સભ્ય અને યુવા મોરચાના મંત્રી પદે થી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી પક્ષમાંથી તાબડતોબ હકાલ પટી કરી દીધી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud