• જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં તંત્રની વારંવાર સૂચના છતાં કોવિડ-19 ની સારવાર શરૂ ન થઈ
  • જંબુસર હોસ્પિટલમાં તાત્કાલિક કોરોનાની સારવાર શરૂ કરાવવા સાંસદની રજુઆત, સરકારી હોસ્પિટલનો તબીબ તંત્રને જ ગાઠતો નથી
  • સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ન મળતા લોકોને ખાનગીમાં નાણાં ખર્ચવાની પડતી ફરજ

WatchGujarat. કાતિલ બનેલા કોરોનાના બીજા વેવમાં ભરૂચ જિલ્લામાં રેમડીસીવેર ઇન્જેક્શન, ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે ત્યારે સરકારી હોસ્પિટલનો તબીબ જ પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવા જંબુસરમાં કોવિડ 19 ની સારવાર શરૂ કરવામાં રસ ન ધરાવતો હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ફરિયાદ કોઈ પ્રજાએ કે વિપક્ષે નહિ પરંતુ ખુદ પ્રજાના પ્રતિનિધિ એવા BJP સાંસદ મનસુખ વસાવા એ નાયબ CM નીતિન પટેલને કરી છે.

ભાજપ ના 6 ટર્મ થી ચૂંટાતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની નાયબ મુખ્યમંત્રીને જબુસરની સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ કરાવાતી નથી ની રજુઆત ઘણી ગંભીર સાથે વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. જંબુસરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વડોદરામાં પોતાની ખાનગી સ્નેપ હોસ્પિટલ ચલાવે છે તેવી ફરિયાદ MP મનસુખ વસાવા એ કરી છે.

હવે જે સરકારી તબીબની પોતાની ખાનગી હોસ્પિટલ હોય તો તેને સરકારી હોસ્પિટલમાં લોકોના ઈલાજ કરતા ફક્ત દર મહિને આવતા પગારથી જ નિસબત હોય તે સ્વાભાવિક છે. બીજી તરફ આ તબીબ પોતાની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોના મહામારી વચ્ચે ધીકતી કમાણી કરી રહ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નિટોન પટેલને MP મનસુખ વસાવાએ લખેલા પત્રમાં વધ કહ્યું છે કે, ભરૂચ જિલ્લામાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં મોટાભાગે કોવીડ -19 ની સારવાર થઈ રહી છે. જોકે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં વહીવટીતંત્રએ વારંવાર સુચના આપવા છતા આજદિન સુધી કોરોના ની સારવાર ત્યાં ચાલુ થઈ નથી.

જંબુસર તાલુકામાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલે છે , પરંતુ સરકારી હોસ્પિટલમાં કોવીડ-19 ની સારવાર ચાલતી નથી. આ બાબતે મને જાણવા મળ્યું છે કે, જંબુસર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પોતાની વડોદરા ખાતે ખાનગી સ્નેપ હોસ્પિટલ વડોદરા ચલાવે છે, અને આ ડોકટર સાહેબને સરકારી હોસ્પિટલ ચલાવામાં રસ નથી , પરંતુ પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવામાં રસ છે . તેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી તાત્કાલીક ધોરણે જંબુસર ખાતે સરકારી હોસ્પિટલમાં કોવીડ –19 ની સારવાર ચાલુ થાય તે માટે યોગ્ય ઘટતુ કરશો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud