• ઝાડેશ્વરથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી બાઇક રેલી, પેજ પ્રમુખોને નિમણુંક પત્રો અપાશે
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે પેહલી વખત પ્રદેશ અધ્યક્ષની હાજરી ભરૂચમાં BJP માટે બની રહેશે ગેમ ચેન્જર

WatchGujarat ભરૂચમાં શનિવારે BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે 4 KM ના રોડ શો અને જાહેર સભા થકી થઈ રહેલી વિરાટ એન્ટ્રી ચૂંટણીમાં ગેમ ચેન્જર બની રહેશે.

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિવારે ભરૂચમાં વિશાળ જનસભા સંબોધશે. આ પ્રસંગે યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પેજ પ્રમુખ સંમેલનને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંબોધનાર છે. જેમાં 20000 પેજ પ્રમુખ ના નિમણુંક પત્રકો નું વિતરણ કરશે.

BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલ ના કાર્યક્રમ અંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટદરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રસંગે ઝાડેશ્વર ના સાઈ મંદિર થી યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500 થી વધુ યુવા કાર્યકરો જોડાશે. સાથે જ રાજ્ય ના ગુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે.

CR પાટીલની ભરૂચમાં પેહલી વખત એન્ટ્રી અને ચૂંટણીની મોસમ વચ્ચે શનિવરનો રોડ શો અને 20000 પેજ પ્રમુખની હાજરી વચ્ચે વિરાટ જાહેર સભા BJP માટે ગેમચેન્જર પુરવાર થાય તેવી રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud