અંકલેશ્વર-આમોદ પાલિકામાં BJP ની જીત
ભરૂચ-જંબુસર પાલિકામાં ભાજપ સત્તા હાંસલ કરવા તરફ
ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપ ઇતિહાસ સર્જવા તરફ, એકલા હાથે સત્તારૂઢ થશે
BTP ના છોટુ વસાવાનો પુત્ર દિલીપ વસાવાની જિલ્લા પંચાયતની રાજપારડી બેઠક પરથી કારમી હાર
9 તાલુકા પંચાયતોમાં પણ ભાજપ આગળ વધી રહી છે
ઝઘડિયા તાલુકામાં પણ BJP એ છોટુ વસાવા પાસેથી છીનવી
WatchGujarat ભરૂચ જિલ્લામાં ભાજપ એ કોંગ્રેસ, BTP-AIMIM, આપ, અપક્ષોના સુપડા સાફ કરી દીધા છે. BTP ના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા એ જ પોતાના ગઢ સમાન જિલ્લા પંચાયતની રાજપારડી બેઠક પરથી કરારી હારનો સામનો કરવો પડ્યો છે.
ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ આ વખતે એકલા હાથે સત્તા સર કરવા જઈ રહી છે. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની જનતાનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. BTP-AIMIM ગઠબંધન સદંતર ફેઈલ રહ્યું છે.
ભરૂચ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધી BTP અને છોટુ વસાવા કિંગ મેકર ગણાતા હતા અને તેઓ સત્તાનું સુકાન માટે ગઠબંધનની સરકાર બનતી હતી. જોકે જિલ્લા પંચાયતમાં આ વખતે BJP એકલા હાથે સત્તા બનાવે તેવા સમીકરણોનું નિર્માણ થયું છે.
આમોદ અને અંકલેશ્વર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. જ્યારે ભરૂચ અને જંબુસર પાલિકા માં BJP જીત તરફ આગળ વધી રહી છે. 9 તાલુકા પંચાયતમાં પણ BJP કોંગ્રેસ અને BTP ના પરંપરા ગઢના કાંકરા ખંખેરી રહી છે. ઝઘડિયા તાલુકા પંચાયત પેહલી વાર BJP ના હાથમાં આવી છે. BTP એ AIMIM સાથે કરેલા ગઠબંધનમાં પોતાને જ વોટ બેંક અને બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે.