• મંદિરમાં માતા-પિતાની પ્રતિમા સ્થાપિત કરી, વસ્ત્રો અને પગરખાં પણ પાદુકા તરીકે દર્શનાર્થે મુક્યા
  • 33 કરોડ દેવી-દેવતાઓના સૃષ્ટિ પર મંદિર પણ માબાપ વિના ભગવાનની ભક્તિ પણ અધૂરી : પુત્ર વલ્લભ રોહિત

WatchGujarat જગતમાં જનની અને જનેતા એ જ સર્વોપરી છે, 33 કરોડ દેવી દેવતા હિન્દૂ સંસ્કૃતિમાં હોવા છતાં માબાપની ભક્તિ વિના ભગવાનની ભક્તિ અધૂરી છે, જે ભાવને ચરિતાર્થ કરવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાબા ગામે ખેડૂત વેપારી એ પોતાના સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં તેમના મંદિરનું નિર્માણ કરી દિવસની શરૂઆત તેમના દર્શનથી જ આરંભી રહ્યા છે.

જંબુસર તાલુકાના ડાભા ગામે પુત્રએ માતા – પિતાનું અનોખુ મંદિર બનાવ્યું છે. મંદિરમાં મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ – ચંપલ પણ દર્શન માટે રાખ્યા, જે માતા – પિતાનું આદર અને સન્માન કરવાની શીખ આ મંદિર આપી રહ્યું છે. મંદિરમાં અન્ય લોકો પણ આવીને શાંતિનો અનુભવ કરે છે.

ડાભા ગામ ખાતે સામાન્ય સાયકલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્વ. બાબર રોહિત અને તેમનાં પત્ની સોના રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના સંતાન વલ્લભ રોહિતે એમનું મંદિર બનાવ્યું છે. માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી વલ્લભ રોહિત એક ખેડૂત અને વ્યાપારી વ્યક્તિ છે.

પુત્ર સાદગી પૂર્ણ જીવન વ્યતિત કરે છે તેઓ તેમના માતા પિતા પ્રત્યે ખુબજ આદર ભાવ રાખે છે. 2016 માં એમના માતા સોના રોહિતનું નિધન થઈ ગયું અને ત્યાર બાદ વર્ષ 2019 માં એમના પિતાનું અવસાન થતાં તેઓએ માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવી નાખ્યું છે.

માબાપનું મંદિર બનાવનાર વલ્લભએ જણાવ્યું હતું કે, 33 કરોડ દેવી દેવતાઓના સમગ્ર વિશ્વમાં મંદિર છે. માતા પિતાએ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય પણ એમનું મંદિર નથી. માટે લોકોમાં માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી છે, મંદિરમાં અન્ય લોકો પણ આવે છે અને શાંતિનો અનુભવ કરે છે.

વૃદ્ધાશ્રમમાં માં – બાપને નિરાધાર છોડી મુકતા સંતાનો માટે વલ્લભ રોહિત પ્રેરણાદાયક બની રહ્યા છે. રોજ એમના દિવસની શરૂઆત માતા પિતાના મંદિરે જઈ એમની પૂજા અર્ચના કરીને કરે છે. એમના માતા – પિતાના મંદિરમાં ન માત્ર એમની મૂર્તિઓ છે. પણ એમના માતા – પિતાના વસ્ત્રો અને બૂટ – ચંપલ પણ છે. આ વાત તમામ લોકોને સબક આપે છે જે લોકો વૃદ્ધાશ્રમમાં એમના માં – બાપ ને રઝળવા છોડી મૂકે છે. આ મંદિર એ તમામ લોકોને માતા – પિતાનું આદર અને સન્માન કરવાની શીખ આપે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud