• એક મહિનો વીતી જવા છતાં ફરી ગયેલા કેમેરા અને નુકશાન પામેલા થાંભલા હજી દુરસ્ત નહિ કરાયા હોવાનો અહેવાલ 11 દિવસ પેહલા રજૂ કરાયો હતો
  • સેફ એન્ડ સિક્યોર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેર તેમજ હાઇવે ઉપર લગાવેલા તમામ 580 કેમેરા ફરી કાર્યરત

WatchGujarat. Impact: ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV કેમેરા ની કેટલાક સ્થળે તાઉતે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાખી હોવાના 11 દિવસ પહેલા વોચ ગુજરાતે પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ તંત્ર દ્વારા તંત્ર દ્વારા તેને દુરસ્ત કરી દેવાયા છે.

વાવઝોડાને 1 મહિનાનો સમય વીતી જવા છત્તા હજી ફરી ગયેલા કેમેરા કે નમી ગયેલા પોલને વ્યવસ્થિત કરવામાં આવ્યા નથી જે અંગેનો અહેવાલ વોચ ગુજરાત દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. ભરૂચ શહેરમાં તાઉતે વાવાઝોડાના પગલે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો, વીજ થાંભલા સહિત સરકારી અને ખાનગી મિલકતોને પણ નુકશાન થયું હતું.

શહેરના વિવિધ પોઇન્ટ, સર્કલ, મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ એડવાન્સ ટેકનોલોજીના લગાવેલા કેમેરાઓ સાથે તેના ઉભા કરાયેલા થાંભલાઓને પણ નુકશાન થયું હોવાનો તસવીરી અહેવાલ 11 દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યો હતો.

શહેરના કેટલાક સ્થળો અને સર્કલો ઉપર તાઉતે વાવાઝોડામાં નમી ગયેલા કે ફરી ગયેલા CCTV હજી પણ જૈસે થે હાલતમાં નજરે પડી રહ્યા હોવાનું, અને એક-બે સ્થળે તો તેના પોલ અને કેમેરાને પણ નુકશાન થયું હોવાના રિપોર્ટ બાદ તંત્ર દ્વારા તેને દુરસ્ત કરી દેવાયા છે. વાવાઝોડામાં CCTV ની ફરી ગયેલી દિશા અને દશા સમારકામ કરી ફરી સુધારી દેવામાં આવતા હવે પોલીસની તીસરી આંખ દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખી RTO ના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ પણ ફટકારી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud