સેકન્ડ ફ્લોર ઉપર ગ્લાસ લાઈન રીએક્ટરમાં પ્રેશર વધતા રેપ્ચર ડિશ ફાટતા દોડધામ
ગેસ લીકેજ સાથે ટેન્કમાંથી ફાયર બોલ છૂટ્યા હતા, જોકે ગણતરીના સમયમાં જ લીકેજ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નહિ
Watchgujarat. વિશ્વ પર્યાવરણ દિવસના 2 દિવસ બાદ સોમવારે બપોરે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી. ફાયર ફાઈટરોએ દોડી આવી ગણતરીના સમયમાં જ લીકેજ પર નિયંત્રણ મેળવી લેતા કોઈ જાનહાનિ નોંધાઇ નથી.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે કંપનીના સેકન્ડ ફ્લોર પર આવેલા પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.
જે વેળા સવારે 11.30 વાગ્યાના અરસામાં ગ્લાસ લાઈન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં અચાનક રેપ્ચર ડીસ ફાટી હતી. જેના કારણે કોપર પેથાલોસાઈનાઇન CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ બનાવતી કંપનીમાં ગેસ લીકેજ થયો હતો.
ફાયર ફાઈટરોને ઘટના ની જાણ કરવા સાથે તેઓએ સ્થળ પર દોડી આવી ગેસ લીકેજ ઉપર નિયંત્રણ મેળવું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઇ નથી. માત્ર ટેન્કમાંથી થોડા સમય સુધી ફાયર બોલ પણ છૂટ્યા હતા. બનાવ અંગે ફાયર સેફટી અને જીપીસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.