ઝાડેશ્વર રોડ પર આવેલી રંગ હાઇટ્સ સોસાયટીમાં બનેલો બનાવ
મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવાનું ટાળ્યું
એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં બોર માટે ખોડેલા પાણી ભરેલા ખાડામાં રમતા રમતા બાળકી પડી ગઈ હતી
WatchGujarat ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રંગ હાઇટ્સ ખાતે બોરવેલ બનાવવા માટે ખોદેલા ખાડામાં એક બાળકી અકસ્માતે પડી જતાં તેનું ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું. જોકે, ઘટના અંગે મૃતક બાળકીના પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV ના ફૂટેજ બહાર આવતા ઘટનાને લઈ શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર રંગહાઇટ્સ સોસાયટીમાં રહેતાં અપુર્વ વિશ્વાસની 6 વર્ષની પુત્રી રાતે રમતી વેળાં સોસાયટીમાં બની રહેલાં બોરવેલના પાણી માટેના ખાડામાં ખાબકી હતી. જ્યાં તેનું ડુબી જવાને કારણે મોત થયું હતું. પરિવારજનોએ તે ગુમ થતાં શોધખોળ કરતાં આખરે તેનો પાણીમાં ડુબેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનામાં બાળકી જાતે જ પાણીમાં ડુબી હોવાને પગલે તેના પરિવારજનોએ આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું. જોકે, ઘટનાને લઇને સોસાયટીમાં રહેતાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
https://twitter.com/WatchGujarat/status/1357259010110496768?s=20
રાતના સમયે 6 વર્ષની અનુશ્રી એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં રમી રહી હતી. રમતા રમતા તે બાજુના ભાગે બની રહેલા બોરવેલ ના સ્થળે પોહચી ગઈ હતી. બોરવેલની કામગીરીમાં બાજીમાં જ પાણી ભરવા ખાડો ખોદવામાં આવ્યો હતો. જે પાણી ભરેલા ખાડામાં બાળકી આકસ્મિક રીતે ખાબકી હતી. બીજી તરફ ઘણી વાર થઈ જતા પોતાની દીકરી નજરે નહિ પડતા વિશ્વાસ પરિવારે શોધખોળ આરંભી હતી. ફ્લેટના અન્ય રહીશો પણ તપાસમાં જોડાયા હતા. જે વેળા બોર ખાતે ખોડેલા પાણી ભરેલા ખાડામાં બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર હેબતાઈ ગયું હતું.
બાળકીના મૃતદેહને બહાર કાઢી અંતિમ વિધિ હાથ ધરવામાં આવી હતી. બાળકી રમતા રમતા આકસ્મિક રીતે ખાડામાં ખાબકી હોય પરિવારે પોલીસ ફરિયાદ નોંધવી હતી. જોકે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બળદ વાયરલ થતા આ બનાવને લઈ લોકોમાં અચરજ સાથે આઘાતની લાગણી જોવા મળી રહી છે.