• 4 માળ કાર્યરત થયા બાદ હાલ વધુ 5 માળના નિર્માણની ચાલી રહેલી કામગીરી
  • બેઝમેન્ટમાં બનાવેલા પાર્કિંગમાં સતત પાણી ફૂટતા ગમે ત્યારે બિલ્ડીંગ ધસી પડવાની દહેશત
  • અદ્યતન પાર્કિંગ એરિયો જ ઝરણાના પાણીમાં ગરક થતા લોકોને કેમ્પસમાં મુકવા પડતા વાહનો
  • સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજ હેઠળ વડોદરાની રૂદ્રાક્ષ એજ્યુકેશન સાથે ₹1 ના ટોકન ભાડે ₹500 કરોડનું રોકાણ કરવા સિવિલનું સંચાલન આપી દેવાયું છે

Watchgujarat. સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજના ઓથા હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ વડોદરાની રૂદ્રાક્ષ એજ્યુકેશન સંસ્થાને ₹1 ટોકન ભાડે 33 વર્ષની લીઝ ઉપર ₹500 કરોડના રોકાણ માટે આપી દેવામાં આવી છે. અદ્યતન બનવવામાં આવી રહેલી નવી અદ્યતન બિલ્ડીંગના બેઝમેન્ટ પાર્કિંગમાં સતત ફૂટતા ઝરણું ફૂટતા બિલ્ડીંગ ગમે ત્યારે ધસી પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભરૂચની સિવિલ હોસ્પિટલની નવ નિર્મિત બિલ્ડીંગના અદ્યતન પાર્કિંગમાં ઝરણાંનું પાણી ભરાઈ રહેવાથી મોટી હોનારતની શક્યતા વર્તાઇ રહી હોવાની બૂમો ઉઠી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના લોકો માટે આશીર્વાદ રૂપી એકમાત્ર સરકારી સિવિક હોસ્પિટલ આવેલી છે.

મેડિકલ કોલેજના ઓથા હેઠળ સિવિલ હોસ્પિટલને ₹500 કરોડના રોકાણ થકી અદ્યતન બનાવવા વડોદરાની રૂદ્રાક્ષ એજ્યુકેશનને માત્ર 1 રૂપિયા ટોકન ભાડે 33 વર્ષ માટે સિવિલનું સંચાલન સોંપી દેવાયું છે.

જેના ભાગરૂપે સિવિલનું નવું અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. નવા બિલ્ડીંગના 4 માળ હાલ કાર્યરત છે અને હજી 5 માળ બની રહ્યા છે. કુલ 9 માળની અદ્યતન સિવિલ હોસ્પિતલની બિલ્ડિંગના બેઝમેન્ટમાં બનાવેલું પાર્કિંગ હાલ ખુદ બિલ્ડીંગ, દર્દીઓ, સ્ટાફ અને લોકો માટે જોખમી બની શકે તેમ છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટી માત્રામાં ઝરણાના પાણી ભરાઇ રહેવાના કારણે પાર્કિંગની જમીનમાં પોલાણની ભીતિ સેવાઇ રહી છે. તેના કારણે સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગના પાયાઓ પણ નબળા પડી શકે તેવી દહેશત વર્તાઇ રહી છે. અદ્યતન 4 માળની બિલ્ડીંગ ઉપર બનતા 5 માળ અને બેઝમેન્ટમાં સતત ભરાઈ રહેતા પાણીથી પાયામાં પોલાણના કારણે ગમે ત્યારે હોનારત સર્જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સિવિલ હોસ્પિટલના પાર્કિંગ ઝોનમાં ફૂટી નીકળતા ઝરણાના પાણીથી બિલ્ડીંગ ધસી પડવાની દહેશત વચ્ચે તંત્ર અને સિવિલ સત્તાધીશો આ મુદ્દે ત્વરિત ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud