અમદાવાદથી ઈન્ડો ટેક કંપનીમાં મેગ્નેશ્યમ સલ્ફેટ કેમિકલ ખાલી કરતી વખતે ટેન્કર ફાટ્યું
સદનસીબે કોઈ જાનહાની નહિ, GPCB એ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી
[caption id="attachment_1224389" align="aligncenter" width="1280"] Gujarat, Ankleshwar Panoli Blast in Chemical Tanker[/caption]
Watchgujarat. અંકલેશ્વરની પાનોલી GIDC માં ઈન્ડો ટેક કંપની માં મેગ્નેશ્યમ સલ્ફેટ કેમિકલ ભરેલ ટેન્કર ખાલી કરતી વખતે અચાનક ટેન્કરમાં બ્લાસ્ટ થતા કેમિકલ ઢોળાતા નાશભાગ મચી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે વીજ પોલને નુકશાન થતા વીજ પુરવઠો ખોરવાયો હતો.
https://youtu.be/BHtH1ruTPdw
પાનોલીની ઇન્ડો ટેક્ષ કેમ કંપનીમાં અમદાવાદથી મેગ્નેશ્યમ સલ્ફેટ કેમિકલ ભરી એક ટેન્કર આવ્યું હતું. જે ટેન્કર કંપની પાસે રોડ ઉપર ઉભુ રાખી કંપનીમાં ખાલી કરવાની કામગીરી ચાલુ હતી. દરમ્યાન કોઇક કારણોસર ટેન્કરમાં બ્લાસ્ટ થતા ટેન્કર ફાટતા એક ફાડુયું ઉડીને નજીકમાં આવેલા વીજ પોલમાં ધડાકાભેર અથડાતા વીજ પુરવઠો ડુલ થઈ ગયો હતો.
ટેન્કર ફાટવાની સાથે અંદર રહેલુ મેગ્નેશ્યમ સલ્ફેટ કેમિકલ રોડ ઉપર તેમજ વરસાદી કાંસ માં ફરી વળતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે પાનોલી ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. GPCB ની ટીમે પણ દોડી આવી સેમ્પલ લીધા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ હતી.
મેગ્નેશિયમ સલ્ફેટ ટેન્કરમાંથી કંપનીમાં ખાલી કરતા સમયે કઈ રાસાયણિક ઘટનાને કારણે ટેન્કરમાં બ્લાસ્ટ થયો તે અંગે તપાસ બાદ જ વિગતો બહાર આવશે. જોકે ઘટના સમયે આસપાસ લોકો નહીં હોવાથી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી. ધડાકો એટલો જબરજસ્ત હતો કે ટેન્કરનો ઉપરનો પતરાનો ભાગ જુદો પડી દૂર સુધી ફંગોળાયો હતો.
Gujarat, Ankleshwar Panoli Blast in Chemical Tanker, No electricity in area