• વાગરાના ત્રાંકલ ગામેથી 2 કામદારો બાઇક ઉપર સવાર થઈ કંપની ઉપર વિરોધ પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યા હતા
  • કડોદરા પાસે 2 બાઇક સામ સામે ભટકાતા એક કામદારનું મોત જ્યારે બીજાને ઇજાઓ પહોંચી છે
Gujarat, Bharuch welspun company employee incident
Gujarat, Bharuch welspun company employee incident

Watchgujarat. દહેજની વેલ્સપન કંપનીએ પ્લાન્ટને બંધ કરી 120 અધિકારીઓની અન્ય પ્લાન્ટમાં બદલીઓ કરી દીધા બાદ 400 કામદારોને પેહલા વર્ક ફ્રોમ હોમના ઓર્ડર અને બાદમાં 2 દિવસમાં જ ટપાલ મારફતે અંજાર પ્લાન્ટમાં ટ્રાન્સફરના ઓર્ડરો કરી દેતા વિરોધ આંદોલન ફાટી નીકળ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી 400 જેટલા કામદારો કંપની ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવા સાથે કલેકટર તેમજ વાગરાના ધારાસભ્યને પણ રજૂઆતો કરી ચુક્યા છે. હજી સુધી કામદારોના બદલીઓ સામે વિરોધનો કોઈ નિવેડો આવ્યો નથી અને કામદારોનું આ આંદોલન તેમજ વિરોધ પ્રદર્શન જારી છે.

રવિવારે દહેજની વેલ્સપન કંપનીના બે કામદારો સવારે બાઇક ઉપર સવાર થઈ વાગરાના ત્રાંકલથી કંપની સ્થળે વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા ત્યારે કડોદરા પાસે બે બાઇકો સામ સામે અથડાઈ હતી.

ઘટનામાં બન્ને ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર વેળા કલ્પેશ ધનજીભાઈ ગોહિલનું મૃત્યુ નિપજતા સાથી કામદારો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે અરવિંદ ભીખાભાઇ સોલંકીને ઇજાઓ પહોંચી હતી. મૃતક કામદારના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud