• દફનવિધિ કરાયેલા દર્દીઓનો આંક તો અલગ
  • વધતા જતા કેસો વચ્ચે લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલનમાં બેફિકર

WatchGujarat કોવિડ 19 ને 1 વર્ષ નો સમયગાળો વીતી ગયો છે ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણની જે સ્થિતિ હતી અત્યારે એ જ સ્તર ફરી આવી ગયું છે. દિવાળી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના વધુ વકર્યો હતો.

બીજી તરફ કોરોના સંક્રમણ અને મોત વધ્યું હોવા છતાં તંત્રના ચોપડે હજી ડેથ ઓડિટ રિપોર્ટ મુજબ 32 જ મૃત્યુ નો કુલ આંકડો બતાવાઈ રહ્યો છે. જ્યારે નદી કિનારે ઉભા કરાયેલા રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી 504 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

જયાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે પણ સરકારી ચોપડે ઓછા દર્દીઓ બતાવાય રહયાં છે તેવી બુમો ઉઠી રહી છે. ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે અને તંત્ર દ્વારા કોરોના પોઝિટિવનો સત્તાવાર આંક 15 થી 20 જેટલો રોજ બતાવાઈ રહ્યો છે.

ગોલ્ડનબ્રિજ નજીક બનાવાયેલાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે અત્યાર સુધીમાં 504 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.

રાજયમાં દિવાળી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના લોકોને ભરડામાં લઇ રહયો હોવા છતાં લોકો હજી બેદરકાર જોવા મળી રહયાં છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી છે પણ લોકો હજી બેદરકાર જણાય રહયાં છે. કોરોના કહેર વર્તાવી રહયો હોવા છતાં હજી આપણે બેફીકર બની ફરી રહયાં છે. ભરૂચ જિલ્લામાં હાલ 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે.

કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે. જે કોરોનાના વધી રહેલાં સંક્રમણને બતાવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો 3969 લોકો કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે, જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud