• જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અને NOCની તપાસ થશે
  • કોરોનાના વધતા કેસોને લઈ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનની તંત્ર સાથે સમીક્ષા બેઠક
  • વેકસીન સલામત હોવાનો વિશ્વાસ અપાવવા પ્લેકાર્ડ અને ફિલ્મો લોકોને બતાવાશે

WatchGujarat ભરૂચ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસો અને વેક્સિનેશન માટે ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાહ મીના હુસૈનએ સમીક્ષા બેઠક કરી હતી. શાહ મીના હુસૈને કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન અને આરોગ્ય વિભાગની ટિમ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનએ જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી જરૂરી સુચનો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ધવંતરિ રથની ટિમો દ્વારા દરેક વિસ્તારમાં જઈ 45 થી 60વર્ષના લોકોને કોરોના ટેસ્ટ કરવું અને સાથે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામદારોનું સ્ક્રીનિંગની કામગીરી વધારવા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી હતી .

બેઠકમાં લોકો વધુમાં વધુ વેક્સીન લે એ માટે ખાસ કરીને ગામડાઓમાં સરપંચ સાથે મિટિંગ કરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં વેક્સિંગ અંગે જાગૃતતા લાવવા સાથે સુરક્ષિત વેક્સીન છે, એવો વિશ્વાસ અપાવવા માટે ફિલ્મો બતાવી અને પ્લેકાર્ડ આપી જાગૃતતા લાવવા જણાવ્યું હતું. વધુમાં આરોગ્ય વિભાગને સૂચના આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ નાગરિક વેક્સીન લેવા માટે આવે એમને માન સન્માન સાથે બેસાડી અને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રમાણેનું આયોજન કરવુ.

પોલીસ અધિકારીને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ડ્રાઈવ રાખવા પણ જણાવ્યું હતું. ફાયર સેફ્ટિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જેટલી પણ હોસ્પીટલો છે એમાં ફાયરની સુવિધા હોવી જરૂરી છે અને ફાયર એન.ઓ.સી ચેક કરવા જણાવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud