• 67 દિવસના વેકસીનેશનમાં 60814 લોકોને આવરી લેવાયા
  • પ્રારંભે 3 સેન્ટર અને હાલ 179 સેન્ટર પરથી અપાઈ રહી છે રસી
  • જો સેન્ટરો ન વધાર્યા અને આજ ગતિએ વેકસીનેશન ચાલશે તો જિલ્લાની 14.40 લાખ પ્રજાને રસી આપવા 1586 દિવસ નીકળી જશે
  • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, વેકસીનેશનની ડ્રાઇવ સાથે રાજકીય અને સરકારી મેળાવડામાં પણ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન જરૂરી
  • રોજ 15 થી 20 સત્તાવાર કેસ વચ્ચે, બિનસત્તાવાર કોરોનાના મોતનો વધતો ચિંતાજનક આંકડો

WatchGujarat ભરૂચ જિલ્લામાં કોરોનાના 1 વર્ષ બાદ ફરી હતા ત્યાં ના ત્યાં જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પોઝિટિવ કેસનો આંકડો 2 ડિજિટ માં રોજના 15 થી 20 કેસ વચ્ચે આવી રહ્યો છે. બિનસત્તાવાર કોરોના મોતની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. તંત્ર ફરી સતર્ક બન્યું છે અને માસ સ્ક્રીનીંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી પર ભાર મુકવા જઈ રહ્યું છે. બીજી તરફ વેકસીન ઝુંબેશને પણ ગામડાઓ સુધી લઈ જઈ તેજ બનાવવા ટકોર કરાઈ છે.

16 જાન્યુઆરીથી ભરૂચ જિલ્લામાં પણ વેકસીનેશન ડ્રાઇવ નો 3 સેન્ટર પરથી પ્રારંભે શરૂઆત કરાઈ હતી. ફ્રન્ટલાઈનર, 60 વર્ષ કે તેથી વધુ, બીમાર, વોરિયર્સ મળી અત્યાર સુધી 60814 જેટલા લોકોને કોરોનાનો ડોઝ અપાયો છે. વેકસીનેશનની ડ્રાઇવ ને 67 દિવસ થઈ ગયા છે હવે 178 સેન્ટરો પરથી કોરોનાના ડોઝ અપાઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણ અભિયાન પેહલા હાથ ધરાયેલા સર્વેમાં 15 લાખ લોકો જિલ્લામાં તારવાયા હતા. જેમાં 0 થી 17 વર્ષના બાળકો અને સગીરોનો સમાવેશ થતો નથી.

હાલ 67 દિવસમાં 60814 લોકોને કોરોનાની રસી અપાઈ છે, હજી જિલ્લાની 14.40 લાખ પ્રજા ને રસી આપવાની છે. જો આજ ગતિ એ વેકસીનેશન ચાલશે તો સમગ્ર જિલ્લાની પ્રજાને ડોઝ આપવામાં 1586 દિવસ નીકળી જશે. એટલે કે સવા 4 વર્ષે જિલ્લામાં વ્યસકોનું સંપૂર્ણ કોરોના રસી કરણ થઈ શકશે. જોકે 2 દિવસ પહેલા જ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેને વધતા કોરોનાના કેસ ને લઈ તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, સ્ક્રીનીંગ વધારવું, કોરોના રસી સલામત હોવાનો લોકોમાં વિશ્વાસ અપાવી અભિયાન તેજ કરવું. માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનું ચુસ્ત પાલન કરાવવું.

બીજી તરફ રાજકીય અને સરકારી મેળાવડામાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેમ ભરૂચની પ્રજા ઇચ્છી રહી છે. લોકોને વધુ ભીડ ભેગી નહિ કરવા અપીલ સાથે પાલન કરાવતું પોલીસ અને વહીવટી તંત્ર જાહેર, સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં પણ ગાઈડલાઈનનું પાલન કરે તે ભરૂચ જિલ્લા માટે જરૂરી બન્યું છે.

 ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લામાં 0 કોરોના કેસ, ચૂંટણી બાદ 36 દિવસમાં જ 251, 135 એક્ટિવ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ અને એક્ટિવ કેસનો આંકડો 0 થઈ ગયો હતો. જોકે પ્રમુખ-ઉપપ્રમુખ નવા પદાધિકારીઓ ની વરણી બાદ કોરોનાએ પણ રાજકીય મેળાવડા અને કાર્યક્રમો વચ્ચે ગતિ પકડી હતી. 36 દિવસમાં જ 0 થઈ ગયેલા એક્ટિવ અને પોઝિટિવ કેસોનો આંક 1, 2, 5, 10, 15, 20 થી રોજે રોજ વધી હાલ 251 થઈ ગયો છે. જે પેકી કુલ એક્ટિવ કેસ 135 થયા છે. જ્યારે અત્યાર સુધી 3907 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં 3740 લોકો સ્વસ્થ થયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud