• ચોમાસામા દર વર્ષે જર્જરિત મકાન ધરાશાયી થવાના બનાવો બને છે, છેલ્લા 18 વર્ષથી માત્ર નોટિસો આપી સંતોષ માનતું પાલિકા તંત્ર
  • મકાન માલિકો અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં જર્જરીત મકાનો ઉતારવામાં વિધ્ન

Watchgujarat. ભરૂચ શહેરના જુના વિસ્તારના પ્રાચીન ઢબના મકાનો આવેલા છે. છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી નગરપાલિકા ચોમાસા પહેલા મકાનમાલિકોને તેમના મકાનો રીપેર કરાવી લેવા અથવા ઉતારી લેવા બાબતની નોટીસ આપતી આવી છે.

બીજી તરફ મકાન માલિકો અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં જર્જરીત મકાનો ઉતારવામાં વિધ્ન નડતું હોય છે. આ વર્ષે પણ પાલિકાએ વર્ષોથી બંધ હાલતમાં રહેલા અને જર્જરિત બનેલા 280 મકાનોના માલિકોને ચોમાસા પૂર્વે મકાનો ઉતારી લેવાની નોટીસ આપી છે. જોકે પાલિકાએ આપેલી નોટીસ બાદ તેનો કેટલો અમલ થયો તે જોવાની તસદી લેવામાં આવતી નથી.

ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન નગર છે. જેના કારણે શહેરમાં પ્રાચીન ઢબના બનેલા અનેક મકાનો અને હવેલીઓ આવેલી છે. સમય જતાંની સાથે જુના ભરૂચમાં રહેતા લોકો તેમના જુના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયાં હોવાથી તેમના મકાનો ખાલી પડયાં છે અથવા ભાડેથી આપવામાં આવ્યાં છે.

જુના ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં પડેલાં મકાનો જર્જરિત અને ખંડેર બની ગયાં છે. છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી નગરપાલિકા આવા મકાન માલિકોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા નોટીસ આપે છે. આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના 280 મકાન માલિકોને તેમના જર્જરિત બનેલા મકાનો તાત્કાલીક ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરાવીને સુરક્ષિત કરવાની નોટીસ અપાઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અમુક માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે આવા મકાનો ચોમાસામાં ધરાશાયી થાય ત્યારે આસપાસના માસુમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પાલિકા દ્વારા આવા મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud