સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ત્રીજી સામાન્ય સભામાં પણ પ્રમુખના પતિએ હાજર રહી તમામ મુદ્દે ચર્ચા કરતાં વિડીયો વાયરલ
15 માં નાણાં પંચની ₹2 કરોડની ગ્રાન્ટમાંથી મહિલા સરપંચે પોતાના 9 ગામોમાં જ 91 લાખ ફાળવી દેતા વિપક્ષનો હંગામો
WatchGujarat. ભરૂચ તાલુકા પંચાયતની મંગળવારે મળેલી ત્રીજી સામાન્ય સભામાં મહિલા પ્રમુખના પતિ હાજર રહી તમામ મુદ્દે ચર્ચા કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેના વિડીયો વાયરલ થતા તાલુકા વિકાસ અધિકારી આ અંગે પગલાં ભરશે કે નહિ તેવી અટકળો તેજ બની હતી. મંગળવારે ભરૂચ તાલુકા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં મહિલા પ્રમુખ મોનાબેન પટેલના પતિ યતીન પટેલની હાજરી અને દરેક મુદ્દે ચર્ચામાં ભાગ લેવા બદલ હંગામો મચ્યો હતો.
ચાર મુદ્દાને લઈ મળેલી સભામાં 15 માં નાણાં પંચની ગ્રાન્ટના નાણાં પ્રમુખે પોતાના જ ગામ કવીઠામાં રૂપિયા 75 લાખ ફાળવી દેતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. બોર્ડમાં કારોબારીમાં બહાલી આપેલા કામોની માહિતી પણ પુરી પાડવામાં નહિ આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.
15 માં નાણાં પંચની ₹ 2 કરોડની ગ્રાન્ટમાંથી મહિલા સરપંચે 91 લાખ જેટલી રકમ પોતાના વિસ્તારના જ 9 ગામોમાં ફાળવી દેતા વિપક્ષ કોંગ્રેસ લાલઘૂમ થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે તાલુકા પંચાયત પણ હસ્તગત કર્યા બાદ યોજાયેલી સામાન્ય સભામાં મહિલા પ્રમુખ સાથે તેમના પતિ પણ હાજર રહી બોર્ડમાં મુકાયેલા કામોમાં ચર્ચામાં ભાગ લેતા હોય દરમિયાનગીરીનો વિડીયો પણ ભારે વાયરલ થયો હતો. તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિ કારભાર સંભાળતા હોવાના મચેલા હોબળા બાદ હવે તાલુકા વિકાસ અધિકારી શુ કાર્યવાહી કરે છે તેના પર વિપક્ષ સહિત જનતાનું ધ્યાન કેન્દ્રિત થયું છે.