• 1.75 લાખ શહેરીજનોને પાલિકા દ્વારા પૂરો પડાતો પુરવઠો નહિ મળે
  • DGVCL દ્વારા સવારે 8 થી સાંજે 4 કલાક સુધી વીજ પુરવઠો બંધ, 8000 લોકોને અસર

Watchgujarat. ભરૂચ શહેરના 1.75 લાખ લોકોને બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્વામિનારાયણ ફીડર ઉપર 8 કલાકના વિજકાપના પગલે પાણીથી પણ વંચિત રહેવાનો વારો આવશે. ભરૂચ શહેરમાં બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની ( સ્વામીનારાયણ ફીડર ) તરફથી અયોધ્યા ફિલ્ટેશન પ્લાન્ટ , માતરિયા ઇંટેકવેલ અને શક્તિનાથ ટાંકી ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 8 થી સાંજના 4 કલાક સુધી બંધ રાખવામાં આવનાર છે. વીજ કંપનીના 8 કલાકના વીજ કાપ સાથે સમગ્ર શહેરની પોણા બે લાખ વસતી એ પાણી કાપ નો પણ સામનો કરવો પડશે.

ભરૂચ નગર પાલિકા મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું છે કે, બુધવારના રોજ સવારના 8 વાગ્યાથી શહેરમાં તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા કહ્યું છે. ગુરૂવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે. બુધવારે વીજ કંપની દ્વ્રારા સ્વામિનારાયણ ફીડર સમારકામના પગલે બંધ રખાતા આ ફીડર પરથી વીજ પુરવઠો મેળવતી શક્તિનાથ, લિંક રોડ સહિતના વિસ્તારની સોસાયટીના 8000 જેટલા લોકોએ 8 કલાક સુધી વીજળી વગર રહેવું પડશે.

બીજી તરફ શહેરને પાણી માતરિયા તળાવના અયોધ્યા સ્થિત ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી પોહચાડવામાં આવતું હોવાથી 1.75 લાખ લોકોને વીજળી વીના પાણી પણ દિવસભર મળી શકશે નહીં. સવારે 8 કલાક પહેલાં અને મળસ્કે 4 કલાકથી જે તે વિસ્તારમાં ટાંકી પરથી પૂરો પડાતા પાણી પુરવઠામાં મહિલાઓને વીજકાપ પેહલા પાણી મેળવી લેવા એલાર્મ મુકવાનો વારો આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud