ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો મૃતક હત્યારની પત્ની સાથે આડા સબંધ હોય લાગ જોઈ નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારાયો
હત્યા કર્યા બાદ આરોપી જાતે જ હાજર થઈ જતા એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી
નર્મદા માર્કેટમાં વરસતા વરસાદ વચ્ચે યુવાન પાછળ ચપ્પુ લઈ બીજો યુવાન પડી ખેલાયેલા ખૂની ખેલમાં વેપારીઓ પણ હેબતાઈ ગયા
WatchGujarat. ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારે રાતે જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઉપરાછાપરી 12 ઘા ઝીંકી નિર્દય રીતે ગળું કાપી નાખી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ આરોપી પોતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. હત્યારની પત્ની સાથે ફેબ્રુકેશનનો વ્યવસાય કરતા મૃતકના સંબંધો હોય જેને લઈ લાગ જોઈ તેને પાડી દેવામાં આવ્યો હતો.
મંગળવારે રાતે ભરૂચના નર્મદા માર્કેટમાં એક વ્યક્તિની પાછળ અન્ય એક વ્યક્તિ ચપ્પુ લઈને પડ્યો હતો. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા. દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. વેપારીઓ કઈ મદદે પહોચે તે પહેલા જ હત્યારો ફરાર થઇ ગયો હતો. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું. વરસતા વરસાદમાં ફિલ્મ જેવો ખૂની ખેલનો નજારો જોઈ વેપારીઓના પણ હોશ ઉડી ગયા હતા.
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં જાતે જ એ ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગયો છે. હત્યારાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મારનાર આરોપીનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી રહે. ખુશ્બુ પાર્ક શેરપુરા ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યા પરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હતા. વારંવાર આરોપી આર્યનને સમજાવતો હતો પરંતુ તે ન માનતા તેને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનને છરીના ઉપરાછાપરી 12 જેટલા ઘા ઝીંકી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.