વલસાડ પાસે ટ્રક સાથે ટક્કર બાદ કાર પલટી ડિવાઈડર ઉપર ચઢી થાંભલામાં ભટકાઈ
અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામને કલાકો બાદ સર્વિસ રોડ ઉપરથી ડાયવર્ટ કરાયો
Watchgujarat. અંકલેશ્વરના કાચના વેપારી રવિવારે ફોઈનું બેસણું આટોપી દમણમાં ફરી મધરાતે ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે વલસાડ નજીક કારને અકસ્માત નડતા ઘટના સ્થળે જ 2 બાળકી અને 1 મહિલા મળી 3 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ કાંચવાલા તેમની પત્ની, 2 બાળકો તથા બહેન અને ભાણેજ સાથે કારમાં દમણ અલતાફની ફોઈના બેસણામાં ગયા હતા.
https://youtu.be/4HJrGm3c5no
ફોઈના બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં ઇન્જોય કરીને રવિવારે મધરાતે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. દરમિયાન વલસાડના ગુંદલાવ ચોકડી પાસે અલતાફની કારને આગળ ચાલતી ટ્રકે ટક્કર મારી કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, ખુશી, અરમાન સહિત 7 સભ્યોને ઇજાઓ પોહચવા સાથે હાઇવે લોહિયાળ બન્યો હતો. બીજી કારમાં પાછળ આવી રહેલા પરિવારના અન્ય સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.
હાઇવે ઉપરના રાહદારીઓએ ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને કરી હતી. રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં 2 બાળકી મન્નત અને ખુશી અને રફત કાંચવાલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 સભ્યોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.