• ₹5500 કરોડના PM ના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં નર્મદા નદી ડાબા કાંઠાની પાળા જમીન સંપાદન કરતા પૂર્વે નવા ભાવ જંત્રી પ્રમાણે આપવા કલેકટરને રજુઆત
  • જમીન સંપાદન અધિનિયમ 2013 ની કલમ 26 સ્પષ્ટ ઉલ્લેખ સાથે વધુ વળતરની રાવ
  • ₹800 કરોડની અંદાજાયેલી યોજના આજે 11 વર્ષમાં ₹5500 કરોડ ઉપર પહોંચી, હજી 4 વર્ષે ફળીભૂત થાય છે કે નહીં તેના પર નજર

WatchGujarat. ભાડભૂત બેરેજ માટે જમીન સંપાદન પૂર્વે બજાર કિંમત રિવાઇઝ કરવા માંગ કરાઈ છે. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી ડાબા કાંઠાની પાળા જમીન સંપાદન કરતા પૂર્વે નવા ભાવ જંત્રી પ્રમાણે રિવાઇઝ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

અંકલેશ્વર તાલુકા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો સાથે સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટર ને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી ના ડાબા કાંઠા ની પાળાની સંપાદનની પ્રક્રિયા સંપાદન અધિનિયમ -2013 ની કલમ 26 પ્રમાણે કરવા રજુઆત કરાઈ છે. PM નરેન્દ્ર મોદીના ₹5500 કરોડના મહ્ત્વકાંષી ભાડભુત બેરેજ પ્રોજેકટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાનાર છે. જે પહેલા ફરજીયાત પણે બજાર કિંમત રિવાઇઝ કર્યા પછી જ સંપાદન કરવાની પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જેથી અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોને અન્યાય નહિ થાય અને આ પ્રક્રિયા જ્યાં સુધી કરવામાં નહિ આવે ત્યાં સુધી સંપાદન પ્રક્રિયા કરવામાં ન આવે તેવી રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના તરીયા, ધંતુરીયા, બોરભાઠા બેટ બોરભાઠા ગામ, સરફુદ્દીન , સક્કરપોર ભાઠા સહીતના 10 થી વધુ ગામની જમીન છેલ્લા 30 વર્ષથી નર્મદા નદીમાં ધોવાણમાં જઇ રહી છે. ત્યારે બચેલી જમીન તેના જીવન નિર્વાહ માટે અગત્યની હોવા છતાં જમીન ધોવાણ અટકે તેમજ સરકારની મહત્વકાંક્ષી યોજના પણ પરિપૂર્ણ થાય અને કોઈ બાધા ઉત્પન્ન ન થાય.

ભાડભૂત બેરેજ યોજના વર્ષ 2008 થી ચાલી રહી છે. વર્ષ 2008 માં આ યોજના પાછળ ₹800 કરોડનો અંદાજીત ખર્ચ નક્કી કરાયો હતો જે આજે 13 વર્ષે ₹5500 કરોડ ઉપર પોહચ્યો છે. યોજના માટે ટેન્ડર આપી દેવાયું છે અને સર્વે પૂર્ણ થયા બાદ સંપાદનની કામગીરી ભરૂચ તરફના નર્મદા નદી કાંઠે સાથે અંકલેશ્વર ના છેડે હાથ ધરાનાર છે, હવે આ યોજના માટે નિયત કરેલ 3 થી 4 વર્ષની અવધિમાં ક્યારે ફળીભૂત થાય છે અને ભરૂચની પ્રજાને તેના મીઠા (પાણી) ફળ ચાખવા મળે છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud