• ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 69 વર્ષીય દર્દીનું મોત
  • મકતમપુરના આધેડે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર સમી જતા ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસો છેલ્લા કેટલાક સમયથી સિંગલ ડીઝીટમાં થઈ ગયા હતા. બીજી તરફ રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં છેલ્લા 34 દિવસથી કોરોનાના કારણે એક પણ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો ન હતો. શનિવારે કોરોનાના કારણે 69 વર્ષીય દર્દીનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થતા તેને અગ્નિદાહ માટે કોવિડ સ્મશાનમાં લવાયો હતો.

ભરૂચ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર સમી જતા બધું જ અનલોક થઈ ગયું છે. ધીમે ધીમે શાળાઓ પણ શરૂ થઈ રહી છે. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચ જિલ્લામાં ગત 19 જૂન બાદ કોરોનાથી મૃત્યુ પામેલ એક પણ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો ન હતો.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજરોજ એક મહિનો અને ચાર દિવસ પછી કોરોના સ્મશાન માં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીના અગ્નિસંસ્કાર કરાયા હતા. મકતમપુરમાં રહેતા 69 વર્ષીય અભેસંગ ભગત કોરોના સંક્રમિત થતા 8 જુલાઈ એ શહેરની આર.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું 24 જુલાઈ એ મૃત્યુ થયું છે. દર્દીએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

જોકે શનિવારે 35 દિવસ બાદ એક પુરુષનો મૃતદેહ અંતિમદાહ માટે આવ્યો હતો. જે ત્રીજી લહેરની દસ્તક સમાન લખાવી તેને નજર અંદાઝ નહિ કરી વહીવટી તંત્ર સાથે લોકોએ પણ સલામતી, સાવચેતી સાથે કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું જરૂરી બની રહ્યું છે.

બીજી લહેર સમાપ્ત થઈ જતા અને બધું જ અનલોક થઈ જતા કોરોના પ્રત્યે બેફિકર બનેલા લોકોએ હરવા-ફરવામાં સંયમતા જાળવવી ખૂબ જ જરૂરી બની રહ્યું છે. સાથે જ લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનો ચુસ્ત અમલ કરી વેકસીનેશન પણ કરાવી લે તે હિતાવહ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud