• કાગળ, પુઠા, લાકડું, રૂ, પ્લાસ્ટિક સહિતની A પ્રકારની આગ
  • ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, કેમિકલ્સથી લાગતી આગ B પ્રકારની
  • ગેસથી લાગતી આગ C અને શોર્ટ સર્કિટથી થતું ફાયર BC
  • જ્યારે ABC અને BC પ્રકારની આગ ફાયર ઇસ્ટીગીશરથી ન ઓલવાઈ ત્યારે H – હાઈડ્રન સિસ્ટમનો ઉપયોગ

Watchgujarat. કોરોનાના 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં કોવિડ-19 હોસ્પિટલમાં અમદાવાદ, રાજકોટ અને ભરૂચ હોસ્પિટલોમાં અગ્નિકાંડ સર્જાયા બાદ હાઇકોર્ટની ગાજ બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી ઉપર વધુ ભાર મુકવાની ફરજ પડી રહી છે. COVID-19 હોસ્પિટલોમાં આગના સમયે રાખવાની અગમચેતી અંગે રાજ્યભરમાં જિલ્લાવાર મોકડ્રિલો યોજવામાં આવી હતી અને મેડિકલ સ્ટાફ સહિતને ICU કે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું સહિતથી અવગત કરાયા હતા.

આદિવાસી નર્મદા જિલ્લાની રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પણ મંગળવારે આગનું મોકડ્રિલ યોજાયું હતું. જેમાં આગના A, B, C પ્રકાર અને ABC તેમજ BC પ્રકારની આગને ઓલવવાની રીત તેમજ છેલ્લે H પ્રકારની હાઇડ્રેડ સિસ્ટમથી લોકોને વાકેફ કરાયા હતા.

રાજપીપળા રકારી આયુર્વેદિક કોલેજ ખાતે મોકડ્રિલ અગાઉ તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને રાજપીપલા પાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલ રોહિતે રજૂ કરેલાં મોકડ્રીલ-નિદર્શન દરમિયાન આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC  અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

કોવિડ-19 હોસ્પિટલ ખાતે 200 બેડની સુવિધા ઉપલબ્ધ છે, 20 જેટલા ICU વેન્ટીલેટર ઓક્સિજન વાળા બેડ છે તેની સાથોસાથ આગ લાગવાની દુર્ઘટના સમયે સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંશાધનોનો અસરકારક ઉપયોગ થાય તેવા હેતુથી સફળ મોકડ્રીલનું  આયોજન  કરાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર, GRD વિભાગ અને આરોગ્યતંત્રના અધિકારીઓની  ઉપસ્થિતિમાં ફાયરમેન અનિલ રોહિતે જણાવ્યું હતું કે, કાગળ, પુઠા, લાકડુ, રૂ અને પ્લાસ્ટીક વગેરેને A પ્રકારની આગ કહેવાય છે. ડિઝલ, પેટ્રોલ, કેરોસીન અને અન્ય કેમિકલ્સથી લાગતી આગ B પ્રકારની છે. ગેસથી લાગતી આગને C પ્રકારની આગ કહેવાય છે.

ત્રણેય પ્રકારની આગ ઓલવવામાં ABC ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી લાગતી આગને BC પ્રકારની આગ કહેવામાં આવે છે. અને તેને ઓલવવા માટે BC પ્રકારના ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ થાય છે. ફાયર ઇસ્ટીંગીશરથી જયારે કોઇ આગ કાબૂમા ન આવે ત્યારે H હાઇડ્રન સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud