• લગ્નના 11 વર્ષ છતાં પરિણીતાને સંતાન થતું ન હોય પતિએ તું મારા કામની નહિ હોવાનું કહી તરછોડી
  • લગ્ન પ્રસંગમાં 5 વર્ષ પહેલાં પિયરમાં પત્નીને મૂકી આવ્યા બાદ રિઝવાન લેવા આવ્યો જ નહીં
  • 5 ફેબ્રુઆરીએ પિયરમાં આવી સુમૈયાને ત્રણ વાર તલાક તલાક તલાક કહી પતિ જતો રહ્યો

WatchGujarat મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપવા PM મોદી એ 2019 માં ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા બાદ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકે પરિણીતાએ વડોદરાના તાંદળજા રહેતા પતિ સામે ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી હોવાની પેહલી ઘટના બની છે.

વાગરા તાલુકાના સુતરેલ ગામે પિયરમાં રહેતા સુમૈયાબેનના લગ્ન 13 ફેબ્રુઆરી 2010 માં વડોદરાના રીઝવાન નજીર પટેલ સાથે મુસ્લિમ રિતરસમ મુજબ થયા હતા. હાલ પરિણીતા તેમના કાકા – કાકી જોડે પિયરમાં છેલ્લા 5 વર્ષથી રહે છે. પરિણીતાની માતા તથા મોટા ભાઇ કંથારીયા ખાતે ૨હે છે. સમાજના રીતી – રીવાજ મુજબ મુસ્લિમ પરિણીતાના લગ્ન 11 વર્ષ પહેલાં વડોદરા ખાતે રહેતા રીઝવાન નજીર પટેલ રહે , સી .41 ગુજરાત ટેક્ટર સોસાયટી , તાંદલજા રોડ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસુ નાની નાની વાતોમાં ઝગડાઓ કરતા હતા.

લગ્નના આશરે 4 વર્ષ બાદ પરિણીતાને ગુટકાનું ઓપરેશન કરાવેલ હોય જેથી મારા પતી મને ઓપરેશનના ખર્ચામાં હું તેમના પૈસા બગાડું છું. તેવું કહી અવાર – નવાર ઝગડાઓ કરતા હતા. લગ્નના 5 વર્ષ થયા છતા સંતાન ન હોય જેથી સંતાન બાબતે સુમૈયાબેનને પતિ, સાસુ ફરીદાબેન તથા સસરા નજીરભાઇ વારંવાર સંતાન બાબતે બોલી તારે સંતાન નથી તું અમારા કાંઇ કામની નથી તેવું કહી ઝગડાઓ કરતા હતા .

વર્ષ 2015 ના જાન્યુઆરીમાં પિયર સુતરેલ ગામેં સંબધીના લગ્ન હોય જેથી પતિ એ પરિણીતા ને લગ્ન માં તારે જવાનું છે તો જતી રહે અમે તને થોડા દિવસો પછી પરત બોલાવી લેશું તેમ કહી પિયરમાં મોકલેલ. બાદ પતિ કે સાસુ – સસરા લેવા માટે પિયર સુતરેલ ખાતે આવેલ નથી. તેઓનો ક્યારેય ફોન આવેલ નહી કે ક્યારેય આ લોકોએ સંપર્ક પણ કરેલો નહી. સુમૈયાબેનના પરિવાર ના લોકોએ સાસરીમાં ફોન કરીને વડોદરા ખાતે મુકવા માટે વાત કરેલ તો પતિ અને સાસરી પક્ષમાંથી જણાવેલ કે અમારે તારી જરૂર નથી હવે તુ વડોદરા ના આવતી.

દરમિયાન 5 ફેબ્રુઆરીએ પરિણીતા કાકા ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ તથા કાકી કશાનાબેન અને પિતરાઇ ભાઇ જારીયાના સહિત પરીવારના બધા સભ્યો ઘરે જમી પરવારી બેસેલ હતા. તે સમયે પતિ રીઝવાન પટેલ રાત્રીના 10 વાગ્યે પિયર સુતરેલ ગામ ખાતે આવ્યો હતો. ત્યારે પતિએ કહ્યું હતું કે, મારે તારી સાથે રહેવું નથી . હું મારી જીંદગીમાં આગળ વધી ગયેલ છું . હવે હું તને તલાક આપુ છું તેમ કહી ત્રણ વાર તલા ક …. તલાક … તલાક કહી જતો રહ્યો હતો. જેથી બનાવ અંગે પરણીતાએ રિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud