• ભરૂચમાં રક્તદાન મહાદાનનો મહામુલો સંદેશો મનુષ્યને આપતા સૌથી વિશ્વાસુ મિત્ર
  • સાયબેરીયન હસ્કી પ્રજાતીની 2 મહિનાની સ્વીટીનું ઇન્ફેક્શનના કારણે શરીરમાં લોહી માત્ર 2 મિલી જ થઈ ગયું
  • અંકલેશ્વરના આ જ જાતિના અઢી વર્ષના ડોગમાંથી 50 મિલી બ્લડ કાઢી ભરૂચના નંદેલાવના સ્વીટીનો જીવ બચાવી લેવાયો
  • જિલ્લામાં પશુઓ માટે જ્યારે બ્લડ બેંક નથી ત્યારે આ પ્રથમ પ્રયાસે અનોખી મિશાલ પુરી પાડી

Watchgujarat. મહામૂલી જીંદગી બચાવવા માટે રક્તદાન કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા અને લેખો સહિત ઘટનાઓ આપણે સાંભળી છે, જોકે પશુઓ રક્તદાનનું મહત્વ મનુષ્યને સમજાવી તેનું મહત્વ સાર્થક કરતો પહેલ વહેલો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે. માનવીના સૌથી વિશ્વાસુ સાથી મિત્ર ગણાતા એક શ્વાને પોતે રક્તદાન કરી બીજા શ્વાનનો જીવ ઉગાર્યો હોવાની નોખી ઘટના ભરૂચમાં ઘટી છે.

ભરૂચ જિલ્લામાં એક શ્વાને લોહી આપી બીજા શ્વાનનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના તબીબ નિલેશ દેસાઈના પુત્ર ઉપર ભરૂચની નંદેલાવ સોસાયટીમાંથી એક કોલ આવ્યો હતો. તબીબ પાસે દોઢ વર્ષનું સાયબેરીયન હસ્કી ડોગ હોય ભરૂચમાં આ જ જાતિના શ્વાનના બચ્ચાનો જીવ બચાવવા લોહીની તાતી જરૂરિયાત વર્તાઈ હતી.

માત્ર 2 મહિનાના સ્વીટી નામના ડોગને ઇન્ફેક્શનના કારણે શરીરમાં લોહી ઘટી માત્ર 2 મિલી થઈ ગયું હતું. માનવતાની દ્રષ્ટિએ તેનો જીવ બચાવવા તુરંત અંકલેશ્વરના તબીબના આજ બ્રિડના પાલતુ શ્વાનના શરીરમાંથી લોહી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના સાયબેરીયન હિસ્કીમાંથી 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના વિટી ને ચઢાવી તેનો જીવ વેટરનીટી તબીબ ડો. કૃણાલ લેઉવાની મદદથી બકચવી લેવાયો હતો.

માનવીના સૌથી વિશ્વાસુ મિત્રએ રક્તદાન મહાદાનનું મહત્વ સમજાવી ભરૂચમાં એક શ્વાન દ્વારા બીજા શ્વાનને બ્લડ ડોનેટ કરી નવી મિશાલ આપી છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માણસો માટે રક્તદાનના કાર્યક્રમો યોજાતા હોય છે. અને માણસોને અનેક કારણેસર રક્તનની જરૂર પડતી હોય છે. પરંતુ શ્વાનને રક્તની જરૂર પડી હોવાની ઘટનાઓ ખુબ જ ઓછા સમયે સામે આવે છે. ભરૂચમાં શ્વાને રક્તદાન કરીને અન્ય શ્વાનનો જીવ બચાવવામાં મદદ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud