• ચોમાસામાં હિલ્સાની સારી આવક સાથે સિઝન સુરક્ષિત રહે તે માટે નર્મદા નદી કિનારે કરાયો યજ્ઞ
  • નદી અને દરિયામાં વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલી પકડવા નાવડીઓ લઈ માછીમારોની સફર શરૂ

WatchGujarat. ભરૂચમાં અષાઢી નોમથી નર્મદા કિનારે યજ્ઞ અને રેવા મૈયાને દુગ્ધાભિષેક કરી માછીમારોએ ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછલીની સિઝન સુરક્ષિત અને સફળ રહે તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરી હતી. નર્મદા નદી અને અરબી સમુદ્રના મિલન સ્થળ ખાતે ભાંભરા પાણીમાં હિલ્સા માછલી પ્રજનન માટે આવવાની શરૂઆત થઇ ચુકી છે. ચોમાસાના 4 મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે.

સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ, વેજલપુર માછી સમાજ પંચ અને બોરભાઠાના માછીમારોમાં રવિવારે સવારથી જ ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. અષાઢી નોમથી નર્મદા કિનારે યજ્ઞ અને રેવા મૈયાને દુગ્ધાભિષેક કરી માછીમારોએ ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછલીની સિઝન સુરક્ષિત અને સફળ રહે તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરી હતી.

માછીમારો નાવડીઓમાં સવાર થઈ માછીવાડ ડેરી ફળિયે નર્મદા મંદિરે થી નદી કિનારે રેવા મૈયા દુગ્ધાભિષેક યાત્રા કાઢી હતી. યાત્રા સાથે દુગ્ધાભિષેક માટે ખાલી અને ભરેલા દેગડા ઓની લારી નીકળી હતી, જેમાં સમાજના તમામ ઘરેથી રેવા મૈયા દુગ્ધાભિષેક માટે એક ગ્લાસ કે એક લોટો દૂધ આપવામાં આવ્યું હતું. રેવા મૈયા દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

નર્મદા નદીના એક કિનારેથી 7 થી વધુ નવડીઓમાં માછીમારો નાવડીમાં સવાર થઇ નર્મદા નદીના જળમાં એક કિનારાથી દુગ્ધાભિષેક કરતા કરતા બીજા કિનારા સુધી પહોંચ્યાં હતા. દુગ્ધાભિષેક સાથે જ નર્મદા મૈયાને ચૂંદડી પણ ચઢાવાઇ હતી. હવન સાથે નર્મદા નદીમાં પુષ્પો ચઢાવી વિધિવત નર્મદા મૈયા અને દરીયા દેવનું પૂજન કરી માછીમારીની નવી સિઝનની શરૂઆત કરાઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud