• તાલુકા પંચાયતની ટિકિટ માછી સમાજના જ અને બેરેજનો વિરોધ કરતા આગેવાનના પત્નીને આપતા નિર્ણય
  • ભાડભૂત ગામમાં માછીમારો વચ્ચે શાંતિ રહે તે માટે અન્ય સમાજને ટિકિટ આપવા કરેલી રજૂઆતનો છેદ ઉડાવતા ભાજપ સાથે છેડો ફાડયો

WatchGujarat PM નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા. ત્યારે તેમનો ડ્રિમ પ્રોજેકટ રહેલો ભાડભૂત બેરેજ યોજનાને લઈ ભરૂચ જિલ્લાના માછીમાર સમાજમાં બેરેજ યોજનાને લઈ ફાંટા પડ્યા હતા.

ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજ અને ભાડભૂત ગામના માછીમારોમાં ₹8000 કરોડની યોજનાને લઈ વિવાદ સાથે આંદોલનો શરૂ થયા હતા. ભાડભૂત ગામમા પણ એક જૂથ બેરેજના વિરોધમાં જ્યારે એક જૂથ બેરેજના સમર્થનમાં સરકાર પક્ષે હતું. ભાડભૂત ગામના અગ્રણી અને માછીમાર સમાજના આગેવાન પ્રવિણ ટંડેલ અને તેમના સરપંચ પત્ની સરોજબેન BJP સાથે અને સતત 3 વર્ષથી બેરેજના સમર્થનમાં સરકાર તરફ રહ્યા હતા.

જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રવિણ ટંડેલે BJP મોવડી મંડળને ગામમાં છેલ્લા કેટલાક સમયથી શાંતિ સ્થપાઈ હોય તાલુકા પંચાયતની બેઠક પર માછી સમાજ બહારના ઉમેદવારને ટિકિટ આપવા રજુઆત કરાઈ હતી. માછી સમાજ બહારનો ઉમેદવાર હશે તો માછી સમાજ અને ગ્રામજનો તેને સમર્થન કરશે અને ગામમાં શાંતિનું વાતાવરણ પણ અકબંધ રહેશે તેમ પ્રવિણ ટંડેલે જણાવ્યું હતું. જોકે BJP એ PM નરેન્દ્ર મોદીની ભાડભૂત વિયર કમ કોઝવે યોજનાનો વિરોધ કરી રહેલા જૂથના કાલિદાસ ટંડેલના પત્ની લક્ષ્મીબેનને ટિકિટ આપી દીધી હતી.

વર્ષોથી મોદીના ડ્રિમ પ્રોજેકટ અને ભાજપ સાથે સમર્થનમાં રહેલા પ્રવિણ ટંડેલે જણાવ્યું હતું કે અમે ટિકિટ માંગી ન હતી પરંતુ મોદી સરકારના બેરેજ યોજનાનો વિરોધ કરી રહેલા માછી સમાજના જૂથમાંથી જ ટિકિટ આપી દેવાતા તેમણે અને તેમના સરપંચ પત્ની સરોજ બેન એ BJP માંથી રાજીનામુ આપી દીધું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud