તલાકનો ઓડિયો મેસેજ કરનાર પતિ સહિત 4 સાસરિયા સામે ફરિયાદ
આમોદની યુવતિના 15 વર્ષ પહેલાં લગ્ન ટંકારિયાના યુવાન સાથે થયાં હતાં
પતિ હાલમાં સાઉદી રહેતો હોઇ ફોન પર જ તલાક આપ્યાં
WatchGujarat. ભરૂચના ટંકારીયા ગામેથી ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. આમોદની યુવતીના 15 વર્ષ પહેલાં ટંકારીયાના યુવાન સાથે નિકાહ થયા હતા. દોઢ વર્ષથી પતિ સાઉદી અરબ રોજગારી માટે જતો રહ્યા બાદ વોટ્સ એપ પર ઓડિયો મેસેજ મોકલી ટ્રિપલ તલાક આપી દેતા પરિણીતાએ 4 સાસરિયા સહિત પતિ સામે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આમોદના પુરસા રોડ નવીનગરી ખાતે રહેતાં યુસુફ મહંદમશા દિવાનની પુત્રી શહેનાઝના 15 વર્ષ પહેલાં ભરૂચના ટંકારિયા ગામે રહેતાં હૂસેન ઐયુબ દિવાન સાથે લગ્ન થયાં હતાં. તે ટંકારિયા ગામે જ તેના સાસરિયાઓ સાથે સહકુટુંબમાં રહેતી હતી.
તેના સાસુ ઝેનમબેન તેમજ સસરા ઐયુબ અવારનવાર તેને મેણાટોણા મારવા સાથે તેના પતિની ચઢામણી કરતાં હોઇ તેનો પતિ હૂસેન તેને માર મારી માનસિક શારીરિક ત્રાસ આપતાં હતો. દોઢેક વર્ષ પહેલાં તેનો પતિ સાઉદી અરબ રોજગારી અર્થે ગયો હોઇ તે તેના સાસુ-સસરા સાથે રહેતી હતી.
દરમિયાન તેની નણંદ સુમૈયા તેમજ નણદોય જાવીદ ઉસ્માન દિવાન તેમના ઘરે આવી સાસુ-સસરા સાથે મળી તેને મહેણાટોણા મારી માનસિક ત્રાસ આપતાં હતાં. તેમજ સાઉદી અરબ ખાતે રહેતાં તેના પતિની ચઢામણી પણ કરતાં હતાં.જેના પગલે તેના પતિએ તેને ફોન કરી મારે તને નથી રાખવી તું તારા બાપના ઘરે જતી રહે, હું તને ફોનમાં તલાક આપુ છું તેમ કહીં વોટ્સ અપ પર વોઇસ મેસેજમાં ત્રણવાર તલાક કહીં તેને મોકલી આપ્યો હતો. જેના પગલે પરિણીતાએ પાલેજ પોલીસ મથકે પતિ સહિત ચાર સાસરિયા સામે ટ્રિપલ તલકની ફરિયાદ નોંધાવી છે.