આશાવર્કરને જ ન મળ્યો કોવિડ હોસ્પિટલમાં આશરો, કોરોનાની સારવાર માટે વિડીયો બનાવી PM-CM ને કરવી પડી અપીલ
12 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલાને જ અલમહમુદ હોસ્પિટલે દાખલ નહિ કરી ઘરે મોકલી આપી
5 એપ્રિલે રમીલાબેન રોહિત ડિલિવરી કરાવવા ગયા, બીજા દિવસે તાવ અને ચક્કર આવતા 7 મી 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યો
12 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરવા છતા આશાવર્કરને હોસ્પિટલમાં એડમિટ ન કરાતા PM-CM ને આજીજી કરતો વિડીયો બનાવ્યો
કોરોના વોરિયર્સને જ કોરોનાની સારવાર માટે લાચારી
WatchGujarat. કોરોનાની બીજી લહેર દિનપ્રતિદિન ઘાતક બની રહી છે ત્યારે ભરૂચમાંથી પણ દિલ હચમચાવી દેતા હૃદયદ્રાવક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. ફેંટલાઈનર તરીકે 12 વર્ષથી આશાવર્કર તરીકે ફરજ બજાવતી મહિલા જ કોરોનાગ્રસ્ત થતા જંબુસરના કરમાડ ગામની આશાવર્કરે પોતાને હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે PM-CM ને કાકલૂદી કરતો વિડીયો બનાવવાની ફરજ પડી છે.
જંબુસર તાલુકાના કરમાડ ગામના રમીલાબેન રમેશભાઈ રોહિત 12 વર્ષથી આશાવર્કર તરીકે કામ કરે છે. કોરોનામાં પણ તેઓએ સર્વે, કોરોનાગ્રસ્તોની સારવાર સહિતની ફરજ બજાવી હતી. ગત 5 એપ્રિલે તેઓ ડિલિવરી કરાવવા ગયા હતા. બીજા દિવસે તાવ અને ચક્કર આવતા તેમણે 7 એપ્રિલે રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.
https://youtu.be/o7apzwBm0Ok
ફ્રન્ટલાઇનર આશાવર્કરની તબિયત વધુ ખરાબ થતા તેઓ જંબુસરની કોવિડ અલ મહેમુદ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેઓને દવા આપી, સ્ટાફે ઘરે મોકલી દીધા હતા. આશાવર્કરે તેની તબિયત સારી ન લાગતી હોય અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાનું કહી પોતાને દાખલ કરવાનું કહેવા છતાં હોસ્પિટલે દવા આપી કહી દીધું હતું, દાખલ કરવાની કોઈ જરૂર નથી, ઘરે જાવ સારું થઈ જશે.
પરિવારમાં 3 સંતાનો અને મજૂરી કામ કરતો પતિ હોય તેઓ પણ કોરોનાનો ભોગ ન બને અને સાથે જ આશાવર્કરની તબિયત કોરોનાને કારણે બગડી રહી હોય ન છૂટકે પોતાને હોસ્પિટલમાં એડમિટ કરી કોરોનાની સારવાર મળી રહે તે માટે PM અને CM ને લાચારીવશ પોતાને સારવાર અપાવવા માટે કાકલૂદીનો વિડીયો બનાવ્યો હતો.
વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને પોતાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની અપીલનો દારુણ વિડીયો બનાવ્યા ને 24 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં હજી સુધી તંત્ર કે ઉપરી અધિકારીઓ આ મહિલાની મદદ માટે વ્હારે આવ્યા નથી.
કાચા નાનકડા મકાનમાં જમીન પર ગોદડી બિછાવી કોરોના સામે ઝઝૂમતી ફ્રન્ટલાઇનર આશાવર્કર અને તેનો પરિવાર તંત્ર તેમની મદદે આવી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવે તેની ચાટકતા પૂર્વક રાહ જોઈ રહ્યો છે.