• નોકરી અને કામકાજના સમયે અકસ્માતના પગલે ગોલ્ડનબ્રિજનો વાહનવ્યવહાર થંભી ગયો
  • ટોઇંગ વાનની મદદથી ભારે જહેમતે અકસ્માતગ્રસ્ત અમદાવાદ પાર્સિંગની કારને બહાર કઢાઈ

WatchGujarat ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ જિલ્લા બહારના વાહનો માટે હંમેશા ડ્રાઇવિંગની કસોટી કરનાર પુરવાર થાય છે. સાંકડા બ્રિજ પરથી પસાર થતા કાર ચાલકના જજમેન્ટમાં સહેજ પણ ચૂક પડતા જ અકસ્માત સર્જાવાની શકયતા રોકી શકાતી નથી.

આવી જ ઘટના બુધવારે બની હતી, 1.3 કિમી લાંબા અને સાંકળા ગોલ્ડનબ્રિજમાંથી અમદાવાદ પાર્સિંગની કાર લઈ એક વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. બ્રિજમાંથી નીકળતી વેળા સામેથી આવતા વાહનોથી બચવા કાર ચાલકે ગાડી અંદર દબાવવા જતા બ્રિજની રેલિંગમાં ધડાકા સાથે અથડાતા ખાલી સાઈડનો ભાગ ડેમેજ થઈ ટાયર પણ નીકળી ગયું હતું.

કાર બ્રેકડાઉન થઇ જતાં બ્રિજમાં વાહનોનની કતારો વચ્ચે બન્ને તરફ ચક્કાજામ સર્જાયો હતો. બ્રિજના બન્ને છેડે રહેલા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતાં દોડી આવી હતી.

ટ્રાફિક પોલીસે બ્રિજમાં દોડી જઈ રસ્તા વચ્ચે જ ખોટકાયેલ કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.અકસ્માતની ઘટના બાદ ભરૂચથી અંકલેશ્વર તરફ જતા અનેક વાહનો અટવાયા હતા. જેમાં નોકરિયાત વર્ગના લોકોને તેની અસર જોવા મળી હતી અને સમયનો વેડફાટ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud