ભરૂચ સહિત રાજ્યમાં નવી કારોમાં મહીનાઓના લાંબા વેઇટિંગ, 2 થી 6 મહિનાના વેઇટિંગ ને લઈ ઓનમાં તગડો કારોબાર
નવી ગાડીઓ મળતી ન હોય , સેકન્ડ હેન્ડ માંડ 5 કે 10 હજાર KM ફરેલી ગાડીઓની પણ ભારે ડિમાન્ડ
ભરૂચ જિલ્લામાં જ અનલોક પછી 22 તબીબોએ નવી નક્કોર લકઝરીયસ કારો છોડાવી હતી
બેઝ થી લઈ ટોપ મોડલોના ₹20000 થી ₹1.50 લાખ સુધી બોલાતા ઓનમાં ભાવો
જે ગાડીઓના લાંબા વેઈટિંગ છે તેમની સેકન્ડ હેન્ડ માર્કેટમાં મોટી માંગ
WatchGujarat માંડ 5000 કે 10000 KM ચાલેલી નવીનક્કોર ગાડીઓ કેમ વેચી રહ્યા છે લોકો? નવી ગાડી લીધા બાદ 5 કે 6 મહિનામાં જ તેને વેચવા કાઢનારા લોકોની સંખ્યા રોજેરોજ વધી ગઈ છે, તેની પાછળનું કારણ પણ ગજબનું છે. કોરોના પછી સ્થિતિ બદલાઈ છે, કેટલીક ગાડીઓ માટે મહિનાઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
જે ગાડીઓના લાંબા વેઈટિંગ છે તેમની સેકન્ડ હેન્ડ માર્કેટમાં મોટી ડિમાન્ડ જોવા મળી રહી છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં મળતી ગાડીની કિંમત નવી ગાડી સમક્ષ હાલ ચાલી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી ભરૂચ સાથે ગુજરાત અને સમગ્ર દેશમાં અચાનક જ નવી લોન્ચ થયેલી અમુક કાર ખરીદવા માટે મહિનાઓનું વેઈટિંગ ચાલે છે, તો બીજી તરફ નવી નક્કોર કાર લીધા બાદ તેને 2 થી 6 મહિનામાં જ વેચવા કાઢનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
જો તમે એવું માનતા હો કે નવી ગાડીના હપ્તા અને બીજા ખર્ચા નહીં પોસાતા હોવાના કારણે લોકો તેને વેચી રહ્યા હશો તો તમે ખોટા છો. હાલના દિવસોમાં કંઈક એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો પોતાની નવે નવી ગાડી સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચીને પણ કમાણી કરી રહ્યા છે.
અમદાવાદમાં આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરતા સંજયે હજુ નવેમ્બર 2020માં જ કિયા સોનેટ HTX પેટ્રોલ ખરીદી હતી. તેમની કાર હજુ 3000 KM પણ નથી ચાલી, પરંતુ હવે તેમણે તેને વેચવા કાઢી છે. સંજયની કાર હજુ માંડ ત્રણેક હજાર કિલોમીટર ફરી છે. આ ગાડીની તેમણે 12 લાખ રુપિયા કિંમત મૂકી છે. નવાઈની વાત એ છે કે તેમણે ગાડીની જે કિંમત મૂકી છે, તેના કરતાં નવી કારની કિંમત 5 ટકા ઓછી છે. આવું જ OLX પર ભરૂચ સહિત ગુજરાતની મેગાસીટીઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં જોવા મળી રહ્યું છે.
એવું કહેવાય છે કે, ગાડી શોરુમની બહાર નીકળે તે સાથે જ તેની કિંમત 10 ટકા ઘટી જતી હોય છે. જોકે, આ કિસ્સામાં તો કારને બે-ત્રણ મહિના ચલાવ્યા બાદ પણ તેને ઓન રોડ પ્રાઈસ કરતાં પણ વધારે કિંમત પર વેચવામાં આવી રહી છે, અને તેના ખરીદદારો પણ મળી રહ્યા છે. આમ થવા પાછળનું કારણ છે આ ગાડીઓ માટે હાલ ચાલી રહેલું મહિનાઓનું વેઈટિંગ. જેમને કાર ખરીદવી જ છે, તેઓ 4 કે 6 મહિના રાહ જોવાને બદલે અમુક હજાર રુપિયા વધારે આપીને પણ થોડી વપરાયેલી સેકન્ડ હેન્ડ કાર મળતી હોય તો તેને ખરીદવા માટે તૈયાર છે.
છેલ્લા કેટલાક વર્ષ કાર કંપનીઓ માટે ઘણા કપરા રહ્યા હતા. વેઈટિંગની વાત તો જવા દો, સ્થિતિ એવી હતી કે ડિસ્કાઉન્ટ આપવા છતાંય ગાડીઓ વેચવાના ફાંફા પડતા હતા. જોકે, કોરોના બાદ સ્થિતિ બદલાઈ છે. તેમાંય ₹10 લાખથી ઉપરની કિંમત ધરાવતા મોડેલ્સની ડિમાન્ડ એટલી વધી છે કે હાલ તેમનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
ભરૂચના ઓટોમોબાઇલ સાથે વર્ષોથી સંકળાયેલા સાગર સંઘવી એ જણાવ્યું હતું કે, હાલ ક્રેટા, કિયા સેલટોસ, આર્ટિગા CNG, વેન્ટો, થાર, સોનેટ, નિશાન મેગનાઇટ સહિતમાં 4 મહિનાથી લઈ 6 મહિના સુધી વેઇટિંગ ચાલી રહ્યું છે. ગુજરાત બહાર પણ આ ગાડીઓ ઉપલબ્ધ નથી. ઓનમાં ભાવો ₹20000 થી 75000 અને ગાડીની વેલ્યુ તેમજ ડિમાન્ડ મુજબ બોલાઈ રહ્યા છે.
મહિન્દ્રાની નવી થાર માટે 10 મહિનાનું વેઈટિંગ!
મહિન્દ્રાએ પોતાની નવી થાર લોન્ચ કરી છે ત્યારથી જ તે છવાઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2020માં લોન્ચ થયેલી આ કારને લોન્ચિંગના 18 જ દિવસમાં 15 હજાર બૂકિંગ મળી ચૂક્યા છે. હાલ જો તમારે નવી કાર ખરીદવી હોય તો તેના માટે દસેક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને મોટા શહેરોમાં આ વેઈટિંગ લાંબુ છે, જે લોકેશન અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.
ક્રેટા માટે નવ મહિનાનું વેઈટિંગ
હ્યુન્ડાઈની નવી ક્રેટાની પણ હાલના દિવસોમાં જોરદાર ડિમાન્ડ છે. આ કાર 2020માં લોન્ચ થઈ હતી, અને જો હાલ તમારે તેને ખરીદવી હોય તો શક્ય છે કે તમારે કદાચ આઠ-નવ મહિના રાહ પણ જોવી પડે.
નિસાન મેગ્નાઈટ માટે સાત મહિનાનું વેઈટિંગ
આ કાર ડિસેમ્બર 2020માં લોન્ચ થઈ હતી. પોતાની યુનિક ડિઝાઈન અને ફીચર્સ તેમજ એન્જિનના કારણે તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. હાલ આ કાર માટે સરેરાશ સાતેક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
કિયા સોનેટ- 5 મહિનાનું વેઈટિંગ
સેલ્થોસ સાથે ધમાકેદાર એન્ટ્રી કરનારી કિયાની સોનેટને પણ જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. સપ્ટેમ્બર 2020માં લોન્ચ થયેલી આ કારના ચાર જ મહિનામાં 38,000 યુનિટ વેચાઈ ગયા હતા. હજુય તેની ડિમાન્ડ ચાલુ જ છે, અને આ કાર માટે 5 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
ટાટા સફારી માટે પણ વેઈટિંગ
ટાટાની કારમાં વેઈટિંગ ચાલતું હોય તેવી સ્થિતિ ઘણા સમય બાદ સર્જાઈ છે. કંપનીએ હાલમાં જ લોન્ચ કરેલી એસયુવી નેક્સોન, હેરિયરને જોરદાર રિસ્પોન્સ મળ્યા બાદ સફારીના નવા મોડેલની પણ જોરદાર ડિમાન્ડ જોવા મળી રહી છે. એક અહેવાલ અનુસાર, નવી ટાટા સફારી માટે બેથી અઢી મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
ભરૂચ સહિત રાજ્યમાં નવી કારોમાં મહીનાઓના લાંબા વેઇટિંગ, 2 થી 6 મહિનાના વેઇટિંગ ને લઈ ઓનમાં તગડો કારોબાર
નવી ગાડીઓ મળતી ન હોય , સેકન્ડ હેન્ડ માંડ 5 કે 10 હજાર KM ફરેલી ગાડીઓની પણ ભારે ડિમાન્ડ
ભરૂચ જિલ્લામાં જ અનલોક પછી 22 તબીબોએ નવી નક્કોર લકઝરીયસ કારો છોડાવી હતી
બેઝ થી લઈ ટોપ મોડલોના ₹20000 થી ₹1.50 લાખ સુધી બોલાતા ઓનમાં ભાવો
જે ગાડીઓના લાંબા વેઈટિંગ છે તેમની સેકન્ડ હેન્ડ માર્કેટમાં મોટી માંગ
WatchGujaratમાંડ 5000 કે 10000 KM ચાલેલી નવીનક્કોર ગાડીઓ કેમ વેચી રહ્યા છે લોકો? નવી ગાડી લીધા બાદ 5 કે 6 મહિનામાં જ તેને વેચવા કાઢનારા લોકોની સંખ્યા રોજેરોજ વધી ગઈ છે, તેની પાછળનું કારણ પણ ગજબનું છે. કોરોના પછી સ્થિતિ બદલાઈ છે, કેટલીક ગાડીઓ માટે મહિનાઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.