• ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન ના પે એન્ડ પાર્ક ના પાર્કીગમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB
  • જિલ્લાના નામચીન બુટલેગરો પર પોલીસની સતત વોચ

WatchGujarat ભરૂચ શહેરમાં નામચીન બુટલેગરો દ્વારા પે એન્ડ પાર્કમાં કાર મૂકી દારૂનો વેપલો કરાતો હોવાના કિમીયાનો LCB એ પર્દાફાશ કર્યો છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા એ તાબાના અધીકારી, સ્ટાફને જિલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃતી ઉપર નજર રાખવા સૂચન કર્યું હતું.

દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવી છે. જે પૈકી એલ.સી.બી.ની ટીમ ભરુચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન
ના પે એન્ડ પાર્ક ના પાર્કીંગમાથી એક આરોપી તથા સેંટ્રો ફોર હીલર ગાડી તથા વિદેશી દારૂ સાથે મળી આવી હતી.

પોલીસે દારૂની 246 બોટલો સાથે ₹1.72 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી માટે શહેર એ ડીવીઝને આરોપી તેમજ મુદ્દામાલ સોપવામાં આવ્યો છે.

સ્ટેશન રોડ પર આવેલા પે & પાર્ક માંથી ઇમરાન મહમદ પટેલ રહે . ઘંટી ફળીયુ રહાડ રહીયાદ ગામ તા.વાગરાને નાની મોટી બોટલ / ક્વાટર કુલ નંગ 246, સેંટ્રો ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પડયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud