• સજોદ પાસે લાઈનમાં ભંગાણને કારણે સોમવારથી ઉદ્યોગોનો ડિસ્ચાર્જ બંધ કરાયો હોવા છતાં પ્રદૂષણ ઉપર અંકુશ નહિ આવતા ફરી GPCB ને રજુઆત
  • અંકલેશ્વર-પનોલીના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી NCT ની લાઈનમાં   ભંગાણ એ જાણી જોઈને ઉદ્યોગોને તોડવાના પ્રયાસનો AIA પ્રમુખનો આક્ષેપ

WatchGujarat. અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતોના દૂષિત પાણીનું વહન કરી શુદ્ધિકરણ કરતી NCT ની લાઈનમાં સજોદ નજીક સોમવારે ભંગાણ સર્જવાના મંગળવારે સતત બીજા દિવસે પણ આમલાખાડીમાં પ્રદુષિત પાણીનો નિકાલ થતા GPCB ને ફરિયાદ કરાઈ છે. બીજી તરફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન AIA પ્રમુખે NCT માં થતું ભંગાણ ઉદ્યોગોને તોડવા કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લાની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા પ્રદુષિત પાણીને શુદ્ધિકરણ કરી દરિયામાં છોડવા NCT કામગીરી કરે છે. ઝઘડિયાના ઉદ્યોગો માટે અલગ લાઈન છે. જ્યારે પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગો માટે NCT ની એક જ લાઈન આવેલી છે.

આ લાઈનમાં સોમવારે રાતે 10.30 કલાકે સજોદ નજીક ભંગાણ પડતા NCT એ બન્ને ઔદ્યોગિક વસાહતના એકમોને તેમનો ડિસ્ચાર્જ બંધ કરવા સૂચના આપી હતી. બીજી તરફ NCT ના ગાર્ડ પૉન્ડ વધારે એફલૂઅંટના કારણે ભરાઈ જતા મંગળવારે જ પ્રદુષિત પાણી આમલખાડીમાં છલકાઈ ઉઠ્યા હતા. આમલાખાડીમાં પ્રદુષણના મુદ્દે GPCB ને ફરિયાદ કરાતા સોમવારે જ સ્થળ મુલાકાત અને સેમ્પલો લઈ નોટિસ અપાઈ હતી. મંગળવારે સતત બીજા દિવસે પણ આમલખાડીમાં ઉદ્યોગોના પ્રદુષિત પાણીના નિકાલનો સિલસિલો યથાવત રહેતા પ્રકૃતિ પ્રેમી સલીમ પટેલે ફરી GPCB ને જાણ કરી હતી. જેના આધારે પ્રદુષણ બોર્ડ કાર્યવાહી હાથ ધરી છે.

NCT નું ડિસ્ચાર્જ બંધ હોવા છત્તા ઉદ્યોગો દ્વારા ખાડીઓમાં પ્રદુષિત પાણી નિકાલ થઈ રહ્યું છે. જેના માટે જવાબદાર કોણ. આજે C પંપિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી વહી અમરાવતી ખાડી તરફ ઠલવાઇ રહ્યું છે. અમરાવતી ખાડીમાં પ્રદુષણની અનેક ઘટનાઓ બની છે. સતત બીજા દિવસે પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.

અંકલેશ્વર-પનોલીના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી NCT ની લાઈનમાં ભંગાણ એ જાણી જોઈને ઉદ્યોગોને તોડવાના પ્રયાસનો AIA પ્રમુખે આક્ષેપ કર્યો છે. બન્ને વસાહતના 1700 જેટલા ઉધોગોને તેઓનું એફલૂઅન્ટ બંધ કરાવી દેવાયું છે ત્યારે છાશવારે પડતા ભંગાણને લઈ અંકલેશ્વર ઔદ્યોગિક મંડળના પ્રમુખે NCT સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

AIA પ્રમુખ રમેશ ગાબાણી એ આક્ષેપ કરતા કહ્યું છે કે, NCT ની લાઈનમાં ભાંગણથી અનેક ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાની નોબત આવી છે. ઉદ્યોગોની ખાસ મિટિંગ, બોર્ડના મહત્વના નિર્ણયો, GPCB, CPCB દ્વારા મહત્વની બેઠકો કે પરિણામો સમયે જ NCT ની લાઈનો તૂટી જતી હોય જે ઉધોગોને તોડવા માટે કરાતું હોય તેમ લાગી રહ્યું છે. જે તપાસનો વિષય બન્યું છે. ઉદ્યોગો સોમવારે રાતથી પાણી ડિસ્ચાર્જ નહિ કરી શકતા 100 ટકા બંધ હોવાથી કરોડોનું નુકશાન થઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud