• ભરૂચની કે.જે. પોલીટેક્નિકમાં સિક્યોરિટીએ છાત્રને માર મારતા NSUI ના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોએ કોલેજ કેમ્પસને ગજવ્યું
  • સિક્યોરિટી સામે પગલાં ભરી વિદ્યાર્થીને ન્યાય ન અપાઈ તો કોલેજ બંધ કરાવવાની ચીમકી
  • NSUI ના પ્રદેશ ઉપપ્રમુખ દોડી આવ્યા, જિલ્લા પ્રમુખ સાથે રહી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

WatchGujarat. ભરૂચની સરકારી કે.જે. પોલીટેક્નિકમાં સિક્યોરિટી દ્વારા 17 વર્ષના વિદ્યાર્થીને લાફાવાળી સાથે ઝપાઝપી કરવામાં આવતા તેના પડઘા છેક NSUI ના પ્રદેશ કક્ષા સુધી પોહચયા હતા. NSUI ના પ્રદેશ ઉપપ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોએ કોલેજ કેમ્પસમાં દોડી આવી સત્તાધીશોને સિક્યોરિટી ગાર્ડ સામે પગલાં ભરવા માંગ કરી હતી.

ભરૂચની કે.જે. પોલીટેક્નિકમાં અભ્યાસ કરતા 17 વર્ષીય રવીન્દ્રનાથ યોગેન્દ્રસિંહ યાદવ નામના ડિપ્લોમાના વિદ્યાર્થી સાથે સિક્યોરિટી ગાર્ડની કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યો હતો. અન્ય વિદ્યાર્થી અને બીજા સિક્યોરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. બોલાચાલી અને વાતો થઈ રહી હતી તે વેળા એ જ સિક્યોરિટી ગાર્ડે વિદ્યાર્થીને એક લાફો મારી દીધો હતો.

પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 17 વર્ષ ના કુમળી વયના કિશોરને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કેમ્પસમાં ન બેસવા બાબતે લાફાવાળી અને મારામારીની ઘટનામાં વિદ્યાર્થી પાંખ NSUI મેદાને પડી હતી. મંગળવારે ભરૂચ જિલ્લા NSUI દ્વારા આ વિદ્યાર્થીને GISF સિક્યુરિટી દ્વારા માર મારવાના બનાવને વખોડી નાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જગતની અંદર ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી NSUI એ કોલેજમાં આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.

જે સિક્યુરિટી ગાર્ડ છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તે માટે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા, ભરૂચ જિલ્લા પ્રમુખ યોગી પટેલ, નેશનલ કારોબારી સભ્ય નિલરાજ ચાવડા, કેમ્પસ પ્રમુખ હર્ષ પરમાર દ્વારા ફરી આવી ઘટના ન બને તે માટે કોલેજ પ્રશાસન પાસે થી બાહેંધરી લેવામાં આવી હતી. અને જો ભવિષ્યમાં આવી ઘટના બનશે તો કોલેજને બંધ કરવાની પણ ચીમકી આપી હતી. આ અંગે NSUI એ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud