• મકતમપુર કૃષિ મહાવિદ્યાલયમાં દિલ્હી IMD એ લગાવ્યું ઓટોમેટિક વેધર સ્ટેશન
  • વરસાદ, ઠંડી, ગરમી, વિઝીબિલિટી, પવનની ગતિ સહિતના એક્યુરેટ ડેટા મળવા સાથે ખેડૂતોને આગોતરું આયોજન કરવા ચોક્કસ માર્ગદર્શન મળી શકશે
  • પહેલા સેટેલાઇટ કનેક્ટ અને મેન્યુઅલ વેધર સિસ્ટમ હોવાથી સવારે અને બપોરે રીડિંગ લેવું પડતું હતું

WatchGujarat. ભરૂચ કૃષિ મહાવિદ્યાલય મક્તમપુર ખાતે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ , IMD નવી દિલ્લી દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ઓટોમેટીક વેધર સ્ટેશન લગાવવામાં આવ્યું છે. હવે દર 15 મિનિટે ભરૂચ જિલ્લાના હવામાનના એક્યુરેટ ડેટા મળી શકશે.

ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સીટી ખાતે જિલ્લાના હવામાન ઉપર છેલ્લા 50 વર્ષ કરતા પણ ઉપરાંત સમયથી નજર રાખવામાં આવી રહી છે. હવામાન માપવાના મેન્યુઅલ સાધનો અહીં કાર્યરત હતા. ત્યારબાદ સેટેલાઇટ સાથે જોડાઇ ગયા હતા. હવે જિલ્લાનું પ્રથમ ઓટોમેટિક વેધર સ્ટેશન અહીં સ્થપાઈ ચૂક્યું છે.

કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડો . કે. જી. પટેલ એ જણાવ્યું છે કે, કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન લગાડવામાં આવ્યું છે, જે દર 15 મિનિટે અલગ અલગ હવામાન પરિબળોના આંકડા પ્રદાન કરશે. ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે ઉપયોગી થશે તેમજ ખેડૂતોને તેનાથી લાભ પણ થશે.

કૃષિ મહાવિદ્યાલયના હવામાન શાસ્ત્રી ડોક્ટર નીરજ કુમાર એ કહ્યું છે કે, ઓટોમેટીક વેધર સ્ટેશન દર 15 મિનિટે હવામાનના અલગ અલગ પરિબળો મુખ્યત્વે વરસાદની માત્રા , હવાની ગતિ અને દિશા , તાપમાન , હવામાં ભેજનું પ્રમાણ અને હવાનું દબાણની માહિતી આપશે. વેધર સ્ટેશન દ્વારા મળેલા આ આધાર ઉપર ભારત મોસમ વિજ્ઞાન વિભાગ IMD દ્વારા કોઈ પણ ક્ષેત્રનું હવામાન પૂર્વાનુમાન આપણે જાણી શકીએ છીએ.

યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે આગામી 5 દિવસોમાં હવામાન કેવું રહેશે તેના દ્વારા હવામાન આધારિત સલાહ કૃષિ સલાહ બુલેટિન વોટ્સએપ ના માધ્યમથી ખેડૂતોને પ્રદાન કરવામાં આવે છે.

હવામાનને લગતી કૃષિલક્ષી માહિતી પોતાના મોબાઇલ પર મેળવવા માટે 9712260925 મોબાઈલ નંબર ઉપર ખેડૂતે પોતાનું નામ , પિતાનું નામ , ગામ , તાલુકા અને જિલ્લાનું નામ , પાકનું નામ વગેરે માહિતી વોટ્સએપ કરવાનું રહેશે.

હવામાન પૂર્વાનુમાનના આધાર પર ખેડુતને પાક પસંદગી , જાતોની પસંદગી રોપણીનો સમય , કાપણીનો સમય , રાસાયણિક ખાતર નાખવાનો સમય , જંતુનાશક દવાઓ ક્યારે છંટકાવ કરવો તેનો સમય અને તેનું સ્ટોરેજ વગેરે માહિતી મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud