શહેરના પોણા બે લાખ શહેરીજનો દ્વારા રોજ વપરાશ બાદ 4.50 કરોડ ગંદુ પાણી છોડાઈ છે
ઉદ્યોગો 1000 લીટર શુદ્ધ પાણી ₹45 માં ખરીદે છે, જ્યારે સુએઝનું ટ્રીટ કરેલું પાણી પાલિકા ₹11 નું 1000 લીટર આપશે
WatchGujarat. ભરૂચ શહેરમાંથી રોજ નીકળતું સુએઝ ગટરનું પાણી વિલાયત ઔદ્યોગિક વસાહતને વેચી મહિને ₹95.70 લાખની આવક હાંસલ કરનાર ભરૂચ પાલિકા રાજ્યમાં પ્રથમ બનશે. શહેરની પોણા બે લાખ ઉપરાંતની પ્રજા દ્વારા રોજિંદા 45 MLD જેટલું વેસ્ટ પાણી પાલિકાને મળે છે.
શહેરીજનો થકી રોજનું વપરાતું 4.50 કરોડ લીટર ગંદા પાણીને ટ્રીટ કરી તેને ઉધોગોમાં વપરાશ માટે રાજ્યમાં પ્રથમ ભરૂચ પાલિકા દ્વારા વિલાયત GIDC ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવનાર છે. જેમાં ભરૂચથી વિલાયત ઔદ્યોગિક વસાહત સુધી એસોસિયેશન પાઇપલાઇન નાખી આ શહેરનું ગંદુ પાણી ભરૂચથી STP માંથી વિલાયત લઈ જઈ ત્યાં તેને શુદ્ધ કરી વપરાશમાં લેશે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 1000 લીટરનો ₹11 ભાવ નક્કી કરાયો છે. જેમાં ભરૂચ પાલિકા વિલાયતના ઉદ્યોગોને 29 મિલીયન લીટર પર ડે પાણી આપી તેના થકી રોજ 3.19 લાખ, મહિને 95.70 લાખ અને વર્ષે ₹11.48 કરોડની આવક હાંસલ કરશે. જેમાં સુએઝ વોટરને ભરૂચથી વિલાયત સુધી લઇ જવાનું નેટવર્ક પણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન જ ઊભું કરનાર છે.
શહેરીજનો રોજ 45 MLD પાણીનો વપરાશ કરે છે. જે પાલિકાને મળે છે. ભરૂચમાં સુએઝ માટે STP નાખી ત્યાંથી 23 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાંખી ટોપ ડિપોઝલ પોઇન્ટ બનાવાશે. જ્યાં સુએઝ વોટરને ટ્રીટ કરી ઉદ્યોગો ઉપયોગમાં લેશે. શહેરના ગંદા પાણી થકી આવક રળનાર ભરૂચ પાલિકા રાજ્યમાં પ્રથમ બની રહેશે.