• ઝઘડિયા પ્લાન્ટ માટે કંપનીએ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી હોટલ રીજન્ટા પર વોક ઇન ઇન્ટરવ્યૂ રાખ્યું
  • ABC ચોકડી પર ઉમેદવારોના ટોળે ટોળા વળતા પોલીસ દોડતી
  • કલેકટરના જાહેરનામાંનો ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ કંપનીના 5 અધિકારીઓ સામે C ડિવિઝન પોલીસ મથકે ગુનો
  • હોટલ સંચાલકો સામે પણ કાર્યવાહીની લટકતી તલવાર

WatchGujarat ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે મંગળવારે આરતી ઇન્ડસ્ટ્રીઝ એ ABC સર્કલ નજીક આવેલી રીજન્ટા હોટલમાં 10 પોસ્ટ માટે રાખેલા વોક ઇન ઇન્ટરવ્યૂમાં 500 થી વધુ બેરોજગાર યુવાનો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરનામના ધજાગરા ઉડ્યા હતા. નોકરી માટે બેરોજગાર યુવાનોના ટોળા ને લઈ ધમાચકડી મચતા પોલીસ દોડતી થવા સાથે કંપનીના 5 અધિકારીઓની જાહેરનામા ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ અટકાયત કરી સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ભરૂચનાં ABC સર્કલ પાસે રીજન્ટા હોટલમાં USA, યુરોપ, જાપાન અને ભારતમાં પોતાના યુનિટ ધરાવતી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. ગ્લોબલ માર્કેટમાં ડાઈઝ, પીગમેન્ટ, એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ, રબર કેમિકલ્સ ક્ષેત્રે અગ્રેસર આરતી ઇન્ડસ્ટ્રીઝના ઝઘડિયા યુનિટ માટે 10 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આયોજિત કરાયું હતું.

ABC સર્કલ પર ફિલ્ડ ઓપરેટર, મેકનીકલ ટેક્નિશયન, સુપરવાઈઝર, યુતિલિટી ટેક્નિશિયન, ડિપ્લોમા ઇન કેમિકલ સુપરવાઈઝર, રોટેટિંગ ઈકવિપમેન્ટ ટેક્નિશયન, શિફ્ટ ઇન્ચાર્જ, MOC ઇન્ચાર્જ અને એન્જીનિયર ની 10 જગ્યા માટે સવારથી જ બેરોજગાર નોકરી વાંચુંક યુવાનોના ટોળે ટોળા વળવા ના શરૂ થઈ ગયા હતા. કોરોનામાં કંપનીમાં નોકરી માટે બેરોજગાર 500 થી વધુ યુવાનોનો રોજગારી મેળવવા બૉમ્બ ફૂટતા હોટલ બહાર પણ અફરતફરીના દ્રશ્યો સર્જાયા હતા.

રોજગારી મેળવવા યુવાનો ના ટોળા ઊમટતા સોશ્યલ ડિસ્ટનસના લીરે લીરા ને લઈ ધમાચકડી મચી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સી ડિવિઝન પોલીસે કલેકટરના જાહેરનામાંનો ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોધી કંપનીના 5 અધિકારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ Covid-19 માં સરકારી ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ રીજન્ટા હોટલ સામે પણ કઈ કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું.

તાજેતરમાં જ આરતી ઇન્ડસ્ટ્રીઝને GPCB એ ₹10 લાખનો દંડ ફટકાર્યો હતો

ગ્લોબલ માર્કેટમાં પોતાની હાજરી નોંધાવનાર આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને દહેજ ખાતે યુનિટ આવેલા છે. તાજેતરમાં જ કંપનીને GPCB દ્વારા આગની ઘટના બાદ વાયુ પ્રદુષણ મુદ્દે ₹10 લાખનો દંડ ફટકારવા સાથે ક્લોઝરની નોટિસ પણ અપાઈ હતી.

ઔદ્યોગિક ગઢમાં બેરોજગારી, સરકારે પણ ચેતવાની જરૂર

કંપનીમાં 10 જગ્યાઓ માટે 500 થી વધુ સ્થાનિક બેરોજગાર યુવાનો ઉમટી પડવાની ઘટના સરકાર અને તંત્ર માટે પણ લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં બેરોજગરીનું ભયાવહ ચિત્ર આજના વોક ઇન ઇન્ટરવ્યૂ માં ઉમટેલા નોકરી વાંચુંકોના ટોળા ને લઈ છતું થઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud