MP મનસુખ વસાવના નામે ઉદ્યોગપતિઓ અને ઉધોગોને નાણાં માટે ફોન જતા ભરૂચ SP ને સાંસદે ફરિયાદ કરી
સાંસદ, નેતાઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓના નામે ઉધોગો પાસે રૂપિયા માંગતા તત્વોની તપાસ કરવા સાંસદની રાવ
પેહલા નેતાઓ, સરકારી અધિકારીઓ અને પોલીસ ઓફિસર્સના FB એકાઉન્ટ હેક કરી નાણાં માંગતી ટોળકી સક્રિય થઈ હતી
WatchGujarat ભરૂચના BJP સાંસદે સોશ્યલ મીડિયા પર મુકેલી પોસ્ટ હરહંમેશની જેમ વાયરલ થવા સાથે લોકોને વિચાર વિમર્શ કરી રહી છે. પેહલા સક્રિય થયેલી ટોળકી નેતાઓ, સરકારી અધિકારીઓ અને પોલીસ ઓફિસરોના ફેઅબુક એકાઉન્ટ હેક કરી નાણાં માંગતી હતી, હવે ફોન કોલ્સ કરી નેતાઓ, અધકારીઓના નામે ઉદ્યોગો પાસે નાણાંની ઉઘરાણી થઈ રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ વખતે MP મનસુખ વસાવા એ કોઈ વિવાદ છેડયો નથી પરંતુ તેમના નામે ઉધોગો પાસેથી ઊઘરાનું થઈ રહ્યું હોવાનો ફોડ પાડ્યો છે. કેટલાક લોકો સાંસદ, ચૂંટાયેલા નેતાઓ, ઉચ્ચ સરકારી અધિકારીના નામે ભરૂચ જિલ્લાના દહેજ, ઝઘડિયામાં વિસ્તરીત થઈ રહેલા ઉદ્યોગ ગૃહો તેમજ ઉદ્યોગ પતિઓને ફોન કરી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં દહેજ અને ઝગડિયાના ઉદ્યોગપતિઓને MP મનસુખ વસાવા એ FB પર પોસ્ટ મૂકી જણાવ્યું છે કે, કેટલાક અજાણ્યા વ્યક્તિ ચૂંટાયેલા રાજકીય નેતાઓ અને ઉચ્ચ સરકારી અધિકારીના નામે ફોન કોલ કરી રહ્યા છે.
ફોન કોલ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા તેમજ ભાંડરા માટે ભંડોળ માંગવામાં આવી રહ્યું છે. આ માટે MP ના નામનો દુરૂપયોગ પણ કરાઈ રહ્યો છે. જે બાબતે સાંસદે ભરૂચ જિલ્લા પોલીસ અધિકારીઓને જાણ કરી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ભરૂચ જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત ફરિયાદ કરી પૈસાની માંગણી કરનાર તત્વોને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાથે જ મનસુખ વસાવા એ ઉદ્યોગ અને વ્યવસાયના લોકોને વિનંતી કરી છે કે, તેઓ તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની બાબતની જાણ કરે અને આ પ્રકારના તત્વો સામે જાગૃતિ ફેલાવે.