• 8 જેટલા જુના મહારથીઓની ટિકિટ કપાઈ, નવા 14 ચહેરાઓને સ્થાન
  • અપક્ષમાંથી ભાજપમાં આવેલા મનહર પરમાર નારાજ થતા ફરી અપક્ષ પેનલ ઉતારવાની વેતરણમાં
  • જોકે જિલ્લા મોવડી મંડળે સોશિયલ મીડિયા પર વહેતા થતા ઉમેદવારોના નામોને રદિયો આપ્યો, સત્તાવાર યાદી હજી જાહેર થઈ નથી
  • MLA દુષ્યંત પટેલના સમર્થકોની ટિકિતમાં લોટરી લાગી હોવાના વાયરલ મેસેજથી BJP માં નવાજૂનીના એંધાણ

WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે ભરૂચ પાલિકા માટે BJP ના ઉમેદવારોના સંભવિત નામોનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ એ શહેર ભાજપમાં ભાંજગડ શરૂ કરી દીધી છે. અધ્યક્ષ CR પાટીલએ જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 8 થી વધુ જુના જોગીઓના નામ કપાવા સાથે નવા 14 જેટલા ચહેરાઓને ટિકિટ આપી હોવાના વાયરલ મેસેજોએ ભરૂચ શહેર BJP માં નવાજુનીના એંધાણ સર્જ્યા છે.

સોમવારથી પાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ભરૂચ નગર પાલિકા માટે હજી સુધી સત્તાવાર BJP કે કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ નથી. જોકે પ્રદેશ ભાજપ અધ્યક્ષે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષના કે 3 ટર્મથી ચૂંટાતા ઉમદેવારોને ટિકિટ નહીં ની ફોર્મ્યુલા જાહેર કરી છે. જેમાં જુના જોગીઓની ટિકિટ પહેલેથી જ કપાવાના પડઘમ પડી ગયા હતા.

સોમવારે બપોરે સોશિયલ મીડિયા પર ભરૂચ નગર પાલિકાના 11 વોર્ડના 44 સભ્યો માટે ભાજપના ઉમેદવારોના નામો જાહેર થઈ ગયા હોવાના મેસેજો ફરતા થયા હતા. જે મેસેજો અને ઉમેંદવારોના નામો વાયરલ થતા રાજકારણ ગરમાવા સાથે શહેર BJP માં આંતરિક અસંતોષ પ્રગતિ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર BJP ના પાલિકાના ઉમેદવારોના વાયરલ થયેલા નામોમાં જુના 8 જોગીઓની ટિકિટ કપાવાના અને 14 જેટલા નવા ચેહરાને તક મળી હોવાની વાતો વહેતી કરાઈ હતી.

ભરૂચ ભાજપના પાલિકાના પૂર્વ સભ્યો દિપક મિસ્ત્રી (મહામંત્રી), સતીશ મિસ્ત્રી, રાજેશ ચૌહાણ, ભરત શાહ, હેમા શુક્લ, પ્રફુલા દૂધવાલા, વિજય કોન્ટ્રાકટર સહિતની ટિકિટ કપાઈ હોવાના મેસેજો વાયરલ થયા છે.

જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપે 14 જેટલા નવા ચહેરાને સ્થાન આપ્યું છે. જેમાં ધનજી ગોહિલ (શહેર પ્રમુખ), અમિત ચાવડા સહિતના નામ ફરતા થયા છે. બીજી તરફ અપક્ષ માંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર મનહર પરમાર આ સંભવત અને સોશ્યલ મીડિયા પર થયેલા વાયરલ ટિકિટ વહેંચણીથી નારાજ હોય ફરી અપક્ષ ઉમેદવારી કરી પોતાની પેનલ ઉતારવાની વેતરણમાં હોવાના પણ બિનસત્તાવાર રીતે રાજકીય મેસેજો વહેતા થયા છે.

ભાજપના પાલિકા માટેના ઉમેદવારોની પસંદગી અને ટિકિટમાં ભરૂચ MLA દુષ્યંત પટેલના સમર્થકોની લોટરી લાગી હોવાની પણ વાતો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. ઉમેદવારોના નામો અને વાયરલ મેસેજ સંદર્ભે શહેર સને જિલ્લા ભાજપે હજી સત્તાવાર BJP ના ઉમેદવારોની યાદી જાહેર નહિ થયા હોવાનું જણાવ્યું છે. જોકે ભાજપમાંથી ટિકિટ આ વખતે કપાવા ને લઈ કેટલાક જુના જોગી અત્યારથી જ બળવો કરી પોતે અપક્ષ ઉમેદવારી કરવાની વેતરણમાં કામે લાગી ગયા છે.

ભરૂચ પાલિકાના પ્રમુખની સીટ SC રીઝવૅ હોય, શહેર પ્રમુખે પણ ઝંપલાવ્યું!

ભરૂચ નગરપાલિકામા આગામી ટમૅ માટે પ્રમુખ એસસી રીઝવૅ હોય એસસી ઉમેદવારો બન્ને રાજકીય પક્ષો માં ટીકીટ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપના શહેર પ્રમુખ ધનજીભાઈ ગોહિલ પણ વોડૅનં ૮ ની એસસી રીઝવૅ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવવા અતિ ઉત્સુક છે જેથી મનહર પરમાર ની ટીકીટ કપાઇ તેવા સ્પષ્ટ સંકેત વતૉઇ રહ્યા છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud