• નદીની ઇકોલોજીનું નિકંદન કાઢી બેરોકટોક ચાલતા ખનન પર SDM, મામલતદારની તપાસ બાદ ખાણ-ખનીજ વિભાગની તવાઈ
  • 1 હિટાચી મશીન, 2 JCB, 1 ડમ્પર, 4 બોટ મળી ₹2 કરોડનો સામાન સીઝ
  • 1નદીમાં એક છેડે થી બીજા છેડે સિમેન્ટના ભૂંગળા નાખી, માટીનો પાળો બનાવી ચાલતા ખનનમાં ભુમાફિયા ભગર્ભમાં

WatchGujarat લોકમાતા નર્મદા નદીના પ્રાકૃતિક પ્રવાહને ચીરી નદીના એક છેડે થી બીજા છેડે પાળો બનાવી ભુમાફિયાઓ દ્વારા રેતી-માટીના ખનનની ચાલી રહેલી ગોરખ કામગીરી પર ભરૂચ તાલુકાના નાંદ ગામે તંત્ર ત્રાટક્યું હતું. શુક્રવારે SDM અને મામલતદારની તપાસ બાદ શનિવારે ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડી સ્થળ પરથી 1 હિટાચી, 2 JCB, 4 બોટ અને 1 ડમ્પર મળી કુલ ₹2 કરોડની કિંમતના સાધનો સીઝ કર્યા છે.

ભરૂચ નર્મદા નદીમાં અવાર નવાર ગેરકાયદે રેતી ખનનની ઘટનાઓ તંત્રની તપાસમાં બહાર આવે છે. નર્મદા નદીના પટમાંથી રેતી-માટીનું ખનન કરતા ભુમાફિયાઓ હવે લોકમાતાની દુર્દશા કરી તેના પ્રાકૃતિક વહેણને ચીરી નદીમાંથી ખનન કરતા થઈ ગયા છે. ભરૂચ તાલુકાના નાંદ ગામેં ભુમાફિયાઓ દ્વારા નદીના એક છેડેથી બીજા છેડે ગેરકાયદે પાળો બનાવી ખનન થઈ રહ્યું હોવાની માહિતી ગ્રામજનોએ આપતા શુક્રવારે SDM અને મામલતદાર એ ટીમ સાથે સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી.

નદી કિનારે એક છેડે થી બીજા છેડે નદીનો પ્રાકૃતિક પ્રવાહ ચીરી વાહન અવરજવર અને ખનન માટે ગેરકાયદે ભુમાફિયાઓ દ્વારા થઈ રહેલી કામગીરી જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સ્થળ તપાસ અને કામ કરી રહેલા લોકોના નિવેદનો લઈ SDM ની ટીમે 1 JCB અને 3 બોટ કબ્જે કરી હતી.નદીની ઇકોલોજીને નુકસાન પોહચાડી ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદે પાળો બનાવી થઈ રહેલા ખનનનો રિપોર્ટ ખાણ-ખનીજ વિભાગને કરાતા શનિવારે ભૂસ્તર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી સ્થળ પરથી ગેરકાયદે ખનન અને પાળાની કામગીરી કરી રહેલા લોકોને અટકાવી સાધનો સીઝ કરાયા હતા.

ભરૂચ ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપરા એ જણાવ્યું હતું કે, આજે 1 હિટાચી મશીન, 1JCB, 1 ડમ્પર અને 1 યાંત્રિક બોટ મળી કુલ ₹1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ગેરકાયદે ખનનની કામગીરી કોઈ ભરવાડ કરી રહ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બે દિવસમાં સીઝ કરાયેલા 2 કરોડના સાધનો છોડાવવા માલિક આવશે એટલે આમા ક્યાં ભુમાફિયાઓ સંડોવાયેલા છે તે બહાર આવશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud