• સોમવારે રાતથી સજોદ નજીક પડેલું ભંગાણ શુક્રવારે બપોર સુધીમાં દુરસ્ત થવાની શકયતા
  • અંકલેશ્વર અને પાનોલીની ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ હોવાથી ઉત્પાદન પણ બંધ કરવાની નોબત
  • ગત વર્ષે પણ કોવિડ-19 ની પ્રથમ વેવમાં 8 દિવસ સુધી NCT ની લાઈનમાં મોઠિયા ગામ નજીક પડેલું ભંગાણ રીપેર ન થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી
  • ઔદ્યોગિક પ્રદુષણને કારણે જ્યાં ખેતી ઉપર કૃત્રિમ અને આભમાંથી મેઘ નહિ વરસતા કુદરતી સંકટ વચ્ચે ઉદ્યોગો પણ પાઇપલાઇનમાં ક્ષતિને પગલે બેહાલ

WatchGujarat. ઔદ્યોગિક ગઢમાં એક તરફ રાસાયણિક પ્રદુષણને કારણે કપાસ સહિતના પાકોનો દાટ વળી ગયો છે ત્યાં ચોમાસુ પણ નબળું જતા ખેતી અને ખેડૂતોને કુદરતી તેમજ કૃત્રિમ આફતનો બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે. હવે ઉદ્યોગો પણ તેમના પ્રદુષિત પાણી ડિસ્ચાર્જ નહિ કરી શકતા સંકટમાં મુકાઈ ગયા છે. સોમવાર રાતે 10.30 કલાકથી પાનોલી અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના એકમોનું પ્રદુષિત પાણીનું વહન કરતી NCT ની લાઈનમાં ભંગાણ પડ્યું છે. ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ આપી દરિયામાં છોડતી લાઈનમાં ડેમેજ ઉદ્યોગોનું ઉત્પાદન પણ અટકાવી દીધું છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક રાસાયણિક પાણીની પાઇપલાઇનમાં થયેલુ ભંગાણ ત્રીજા દિવસે પણ રીપેર ન થતા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર અને પાનોલી GISCના 1500 ઉદ્યોગોને ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. બે જીઆઇડીસી ઠપ્પ થવાથી ઉદ્યોગોને રોજના ₹300 કરોડ જેટલા પ્રોડક્સ લોસનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત સોમવારે રાતે સજોદ નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના અપાઈ હતી. અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને NCT દ્વારા ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈનથી સમુદ્રમાં છોડવામાં આવે છે જે પાઈપલાઈન લીકેજ થવાથી ઉદ્યોગો ઠપ્પ થયા છે. સતત 3 દિવસથી જમીનમાં 2 મીટર નીચે આવેલી લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે. બીજી તરફ ઝીરો ડિસ્ચાર્જને લઈ ઉદ્યોગોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.

કેમિકલ ક્લસ્ટરમાં પીગ્મેન્ટ, ઇન્ટરમિડિયેટ્સ , ડાયઝ, પેસ્ટિસાઇડ્સ અને લાઈફ સેવિંગ ડ્રગનું મોટાપાયે ઉત્પાદન થાય છે. કેટલીક કંપનીઓ પાસે મહત્તમ બે કે ત્રણ દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદના કેમિકલ વેસ્ટ સ્ટોરેજની સુવિધા હોય છે. ઉદ્યોગોના સ્ટોરેજ પહેલાથી જ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહ્યો નથી. બન્ને GIDC ના 1500 જેટલા ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી છે. બે જીઆઇડીસીમાં પ્રોડક્શન ઠપ્પ થવાથી ઉદ્યોગોને રોજનો ₹300 કરોડનો પ્રોડક્સ લોસનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત વર્ષે પણ સપ્ટેમ્બરમાં NCT ની લાઈનમાં મોઠિયા નજીક ભંગાણના કારણે 8 દિવસ સુધી સમારકામ દુરસ્ત ન થતા ત્રણ વસાહતોએ કોરોના કાળની પેહલી વેવમાં કરોડોના પ્રોડક્શન લોસનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા વર્ષે ફરી આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud