યુથ કોંગ્રેસના અલ્ટીમેટમને લઈ કાર્યકરો કરતા વધુ પોલીસ ખડકાઈ જતા, માત્ર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી સંતોષ માણવો પડ્યો
4 દિવસ પછી બ્રિજનું લોકાર્પણને લઈ કોંગ્રેસની મક્કમતાથી BJP, તંત્ર અને પોલીસની ચિંતા વધી
[caption id="attachment_1223054" align="aligncenter" width="1280"] (Youth Congress Leaders)[/caption]
Watchgujarat. ગોલ્ડનબ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજ સાડા પાંચ વર્ષ થઈ જવા છતાં વાહનચાલકો માટે ખુલ્લો નહિ મુકાતા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે જાતે જ ખુલ્લો મુકવાની ચીમકી આપી હતી. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, શકીલ અકુજી સહિતના આગેવાનો અને કાર્યકરો બુધવારે બપોરે બ્રિજનું નિરીક્ષણ કરવા જતાં પોલીસ કાફલાએ તેઓને નીચેથી જ અટકાવી દેતા સ્થિતિ વણસી હતી.
જિલ્લા યુથ કોંગ્રેસના (Congress) આગેવાનો અને કાર્યકરોએ ભાજપ (BJP) વિરોધી સૂત્રોચ્ચાર કરી અગાઉ આપેલા અલ્ટીમેટમ મુજબ જો પ્રજા અને વાહનચાલકોના હિતમાં બ્રિજ નહિ ખુલ્લો મુકાઈ તો જાતે જ બ્રિજનું લોકાર્પણ કરી દેશે ભલે પછી જેલમાં જવું પડે તેવી ચીમકી આપી છે. જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું હતું કે, બ્રિજની કામગીરી 100 % પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લાની પ્રજા અને નેશનલ હાઇવેના વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
ભાજપ PM કે CM ના હસ્તે નર્મદા મૈયા બ્રિજનું ઉદ્ઘાટન કરાવવાની રાહ જોઈ રહી હીવનો પણ આક્ષેપ કરાયો હતો. સાથે જ આક્રોશ ઠલવાયો હતો કે, માર્ગ અને મકાન વિભાગને 6 દિવસ પેહલા જ યુથ કોંગ્રેસે બ્રિજ પ્રજાના હિતમાં 10 દિવસમાં ખુલ્લો મુકવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
જેને લઈ જિલ્લા યુવા કોંગ્રેસે બુધવારે બપોરે બ્રિજની મુલાકાત લઈ કામગીરી અંગે નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ બ્રિજ પાસે પોહચી ગયા હતા. જોકે યુથ કોંગ્રેસની મુલાકાત લઈ કઈ નવાજુની ન સર્જે તે માટે પોલીસ કાફલો પેહલાથી બ્રિજ નીચે તહેનાત થઈ ગયો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો બ્રિજ નજીક પહોંચે તે પેહલા LCB, SOG અને સી ડિવિઝન પોલીસ કતારબંધ ઉભી રહી જઈ કોર્ડન કરી લીધું હતું.
યુથ કોંગ્રેસને (Youth Congress) બ્રિજ નીચે જ અટકાવી દેવાતા ભાજપ વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ ની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા 10 દિવસ પૂર્ણ થતાં ભલે જેલમાં જવું પડે તો પણ કોંગ્રેસ બ્રિજનું લોકાર્પણ કરી નાંખશે તેવા અલ્ટીમેટમ ઉપર મકમતા બતાવતા ભાજપ, પોલીસ અને તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે.
Bharuch Jilla Youth Congress Leaders at Golden Bridge