• ₹430 કરોડના નવા બ્રિજ ઉપરથી ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં રહેતા 2 આરોપીઓની ₹4500 ની કિંમતની LED લાઈટ સાથે ધરપકડ
  • નવા બ્રિજ ઉપર પાન-પડીકીની પિચકારીઓ પણ, લોકોએ ગરીમા જાળવવાની જરૂર
  • ભરૂચ-અંકલેશ્વર બન્ને છેડે અને બ્રિજ ઉપર બેકાબુ લોકોને લઈ પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત સાંજ બાદ વધારવાની ફરજ પડી

WatchGujarat. આ છે આપણે ભરૂચની ભવ્યતા વધારતો ₹430 કરોડના ખર્ચે સાકાર થયેલો નવો નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણને 24 કલાક પણ થયા ન હતા અને તસ્કરોએ પણ રીબીન કાપી હોય તેમ 100 મીટર લાંબી LED લાઇટની ચોરી કરી લીધી હતી.

ભરૂચને 2 દિવસ પેહલા જ ₹430 કરોડના ફોરલેન નર્મદા મૈયા બ્રિજની ભેટ રથયાત્રાએ જ મળી છે. બે દિવસથી રાતે ભરૂચ અને અંકલેશ્વરની પ્રજા માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. સાંજ પડતા જ બન્ને શહેરની પ્રજા પરિવાર સાથે બ્રિજ ઉપર અને નીચે લટાર મારવા તેમજ લાઇટિંગ અને ઉભા કરેલા અન્ય આકર્ષણો સાથે સેલ્ફી લઈ રહ્યાં છે.

નર્મદા નદી ઉપર નવ નિર્મિત નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણને 24 કલાક પણ ન થયા હતા ત્યાં તસ્કરોએ LED લાઇટ થી શણગાર કરવામાં આવેલી લાઈટો જ ચોરી કરી લીધી હતી. ઉદ્ઘાટનના બીજા દિવસે જ બ્રીજ ઉપર લગાડેલી એલ.ઇ.ડી લાઇટ અંદાજે 100 મીટર લાબી જેની કિંમત 4500 રૂપિયાની ચોરી કરી ગયા હતા.

સી ડિવિઝન પોલીસ મથકે LED લાઇટની ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે તરત જ આ બનાવ સ્થળની વિઝીટ કરી ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા ચોરીમાં ગયેલી LED લાઇટના મુદ્દામાલ ની સાથે 2 આરોપીઓને પકડી હસ્તગત કર્યા છે.

ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી નીચે રહેતા અજય શાંતુભાઇ વસાવા અને રાહુલ અનીલભાઇ રાવળની ધરપકડ કરી ચોરાયેલી 100 મીટર એલઇડી લાઈટ કબ્જે કરાઈ છે. સાથે જ બુધવારથી ફ્લાયઓવરથી લઈ બ્રિજ સુધી પોલીસે પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત પણ વધારી દીધો છે. કેટલાક લોકોએ બ્રિજ ની પેરાફિટ ઉપર પાન પડીકીની પિચકારીઓ પણ મારી છે.

જ્યારે બ્રિજ ઉપર લગાવેલી અન્ય લાઇટિંગની શેરોને પણ લોકોએ સેલ્ફીઓ લેવાના ચક્કરમાં નુકશાન પહોંચાડ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud