• શહેરના ડભોઇયાવાડ કાલુપીર તકીયા ખાતેની ઘટના
  • રાત્રી પેટ્રોલિંગમાં ફટાકડા ફૂટવાનો અવાજ આવતા શાદીમાં પોલીસની એન્ટ્રીથી બન્ને પરિવારો અને મહેમાનોમાં સન્નાટો છવાયો

Watchgujarat.  ભરૂચ શહેરના ડભોઇયાવાડ કાલુપીર તકીયા વિસ્તારમાં રહેતાં એક પરિવારે રાત્રીના સમયે લગ્ન પ્રસંગ ગોઠવવા સાથે મધ્યરાત્રીએ ફટાકડાં ફોડવામાં આવ્યાં હતાં. જેના પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસે દુલ્હા-દુલ્હન સહિત 12 મહેમાનો-યજમાનો સામે ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ બી ડિવિઝનનો સ્ટાફ સોમવારે રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતો. તે વેળાં ડભોઇયાવાડ કાલુપીર તકિયા પાસે મધ્યરાત્રીએ ફટાકડાં ફુંટવાનો અવાજ આવતાં ટીમ સ્થળ પર તપાસ માટે પોહચી ગઈ હતી.

રાત્રી કર્ફ્યુનું જાહેરનામું હોવા છતાં રાત્રીના સમયે લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હોવાનું તેમજ લગ્નમાં ફટાકડાં ફોડી રહ્યાં હોવાનું જણાયું હતું. પોલીસની એન્ટ્રીથી શાદીમાં ફૂટતા ફટાકડા એકાએક બંધ થઈ વર અને વધુ પક્ષ સહિત મહેમનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

રાત્રી કરફ્યુ વચ્ચે જાહેરનામાનો ભંગ કરી યોજાતા લગ્નમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના મુદ્દે પોલીસે ગાજ વરસાવી હતી. પોલીસે લગ્નનું આયોજન કરનાર વર-વધુના માતા પિતા ગુલામહૂસેન ઘડિયાળી, રાજેબુ ઘડિયાળી, હનિફ લબ્બડશેઠ તેમજ બાનુ લબ્બડશેઠ સહિત દુલ્હા આદિલ ગુલામહૂસેન ઘડિયાળી અને દુલ્હન નાહિદા ઉર્ફે અફસાના હનિફ ઉપરાંત અન્ય જાનૈયાઓ મળી કુલ 12 વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud