• ઓલપાડ તાલુકાના સરસ ગામનું પટેલ પરિવાર આદિવાસીઓની કુળ દેવી પાંડોરી માતાના ધામમાં જતું હતું
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

WatchGujarat. ભરૂચના વાલિયા નેત્રંગ રોડ પર ચંદેરીયા ગામ નજીક ટેમ્પો પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 11 મુસાફરોને ઇજા પહોંચી હતી. શ્રદ્ધાળુઓ દેવમોગરા માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો.

સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામે રહેતું પટેલ પરિવાર રવિવારે સવારે ફોર વ્હિલર ટેમ્પો કરી દેવમોગરા માતાના મંદિરે દર્શનાર્થે નિકળિયું હતું. જેમાં સગા સંબંધી અને પરિવારના મહિલા, પુરુષ સહિત બાળકો પણ હતા.

દરમિયાન ભરૂચના વાલીયાથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. શ્રદ્ધાળુઓને લઈ ટેમ્પો ચાલક વાલિયા નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. જે વેળા ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની બાજુમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટેમ્પામાં સવાર 11 મુસાફરોને ઇજા પહોંચી હતી.બનાવની જાણ થતાની સાથે જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નેત્રંગ ખસેડવામાં આવ્યા હતા. પટેલ પરિવારના 11 લોકો પૈકી 2 શ્રધ્ધાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના શ્રદ્ધાળુઓના ટેમ્પાને અકસ્માત નડ્યો હોવાના સમાચાર ગામમાં મળતા જ તેઓ પણ દોડતા થઈ ગયા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud