• અંકલેશ્વર નગરપાલિકામાં સેનેટાઈઝર કૌભાંડ અંગે વિજિલન્સ તપાસ શરૂ
  • વિપક્ષના નેતા અને ઉપનેતાએ ઉચ્ચ કક્ષાએ કથિત કૌભાંડની રજૂઆત કરી હતી
  • પ્રાદેશિક મ્યુનિસિપાલટી કમિશનરને જરૂરી દસ્તાવેજો સુપરત કરાયા
  • કોરોનાના મહામારીની પેહલી વેવમાં ONGC એ અંકલેશ્વર પાલિકાને ₹36 લાખનું CSR ફંડ આપ્યું હતું
  • જેમાં 20,000 કિટની ખરીદીમાં 14000 કીટ કંપનીને પરત અપાઈ હતી

WatchGujarat. અંકલેશ્વર નગરપાલિકામાં ઓએનજીસીમાંથી મળેલા સી.એસ.આર ફંડના ખર્ચના મુદ્દે ભારે અફરાતફરી મચી છે જેમાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાએ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી રજૂઆત કરીને તપાસની માંગ કરી હતી.

આ કૌભાંડને લઈને વિજિલન્સ તપાસ ચાલી રહી છે. આ કોન્ટ્રાક્ટમાં જેમણે બોર્ડ મિટિંગમાં ઠરાવમાં આંગળી ઊંચી કરી હતી એ તમામ સકંજામાં આવી શકે એવી પૂરી સંભાવના છે. જેમાં ગત બોર્ડના સભ્યો પૈકી જેમણે ઠરાવને સમર્થન આપ્યું હતું એ તમામ પર અને તત્કાલીન અધિકારીઓ પર પણ તપાસનો સકંજો કસાય એવી પુરતી સંભાવના છે જેને લઇને ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

કોરોના મહામારીના પેહલા સમયગાળા દરમિયાન અંકલેશ્વર ઓએનજીસી દ્વારા નગરપાલિકાને ₹36 લાખનું અંદાજિત  CSR ફંડ આપવામાં આવ્યું હતું. જેમાંથી માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝ સહિત 20,000 કીટની ખરીદી કરવામાં આવી હતી. ONGC દ્વારા આપવામાં આવેલા સીએસઆર ફંડની રકમ માંથી જ કરાયેલી 20000 કીટની ખરીદીમાંથી 14000 કીટ પરત ઓએનજીસીને આપી દેવામાં આવી હતી.

આ પણ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે, કેમકે ઓએનજીસી પોતે એટલું સક્ષમ અર્ધસરકારી એકમ છે કે એ પોતે જ ખરીદી કરી શકે છે તો નગરપાલિકાને સીએસઆર ફંડ આપ્યું હોવાનું બતાવીને એમાંથી જ 14000 કીટ પોતે લઈ લેવા પાછળનું કારણ શું? વધુમાં આ કીટ કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલા સેનેટાઈઝર અને માસ્કના ભાવોથી પણ વધુ ભાવ ચૂકવીને ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા અને ઉપનેતા દ્વારા કરાયો હતો.

તત્કાલીન બોર્ડ મિટિંગમાં પણ વિપક્ષી નેતા અને ઉપનેતા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતાં જ બોર્ડ મિટિંગનું વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું. આ મુદ્દે ભારે તડાફડી સત્તાપક્ષ અને વિપક્ષી નેતા તેમજ ઉપનેતા વચ્ચે ચાલી હતી. આ મુદ્દે તપાસ ચાલી રહી છે ત્યારે હવે તપાસના કોથળામાંથી શું નીકળે છે એ જોવું રહ્યું.

પ્રાદેશિક મ્યુનિસિપાલટી કમિશનરને તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે: ચીફ ઓફિસર

અંકલેશ્વર નગર પાલિકાના મુખ્ય અધિકારી CO કેશવલાલ કોલડીયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએથી જ્યારે વિજિલન્સમાં તપાસની માંગ કરાય ત્યારે વિજિલન્સ દ્વારા તપાસ કરીને શહેરી વિકાસ મંત્રાલય અને ત્યાંથી મ્યુનિસિપાલટી કમિશનર વિભાગને જાણ કરવામાં આવે છે. અને પ્રાદેશિક પક્ષથી આની તપાસ થાય છે, જે થઈ રહી છે. એમના દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી પુરી પાડવામાં આવી છે હજુ તપાસ ચાલી રહી છે.

અમે સાચા હતા અને અત્યારે પણ સાચા છીએ : ભુપેન્દ્ર જાની

કૌભાંડ અંગે અવાજ ઉઠાવનાર તત્કાલીન વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે, અમે એ વખતે પણ સાચા હતા અને અત્યારે પણ સાચા છીએ. ઉચ્ચ કક્ષાએથી હાલ તપાસ ચાલી રહી છે ત્યારે નિષ્પક્ષ તપાસ માં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. દોષિતોને સજા થાય તેવી પ્રથમથી જ અમારી માંગ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud